બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Government drug mega scam: Sticker scam at GMSCL warehouse in Rajkot

પર્દાફાશ / સરકારી દવાનું મહાકૌભાંડ: રાજકોટમાં GMSCL વેરહાઉસમાં સ્ટીકરકાંડ, કટકી કરવાની મોડસ ઓપરેન્ડીથી ભલભલા ચડી ગયા ગોથે

Malay

Last Updated: 01:48 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં GMSCLના વેર હાઉસમાં મસમોટા દવાના કૌભાંડથી ખળભળાટ, આ સમગ્ર મામલે તપાસ માટે ગાંધીનગરથી દોડી આવી ટીમ.

  • રાજકોટના GMSCLના વેર હાઉસમાં કૌભાંડ
  • ખાનગી કંપનીની દવાઓમાં સરકારી સ્ટીકર મારી દેવાતા હતા
  • એજેન્સીને પેનલ્ટીથી બચાવવા મેનેજર લેતો હતો રૂપિયા 
  • વેરહાઉસ મેનેજર પ્રતીક રાણપરાની દેખરેખમાં ગોરખધંધો
  • બાદ સ્ટીકર ફરી ઉખેડી બારોબાર વેચવામાં આવતી હતી દવા

રાજકોટમાં સરકારી કેન્દ્રોમાં દવાઓ વિતરણ કરતા GMSCL (ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડ)માં મસમોટું સ્ટિકર કૌભાંડ સામે આવ્યું છે. એક સ્ટિકરથી બે-બે કૌભાંડ આચરાતા હોવાની માહિતી સામે આવતા ચકચાર મચી છે. GMSCLના રાજકોટના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓમાં સ્ટિકર મારી એજન્સીને પેનલ્ટીથી બચાવવા લાંચ લેવાઈ છે, જ્યારે સ્ટોક ચોપડે ચડી ગયા બાદ એજ સ્ટિકર ફરી ઉખેડી બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગેની જાણ થતા જ ગાંધીનગરથી અધિકારીઓ દાડતા રાજકોટ આવ્યા છે અને રાજકોટ GMSCLના ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

દવાઓની કિંમત પર લગાવી દેવાતું સરકારી સ્ટિકર
ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડને સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રો માટે દવા અને મેડિકલ સાધનોની ખરીદી કરવાની અને આ દવા-સાધનોને જે તે સ્થળ સુધી પહોંચાડવાની જવાબદારી  સોંપવામાં આવી છે. કંપનીને ટેન્ડર આપતા વખતે એવી સ્પષ્ટ જોગવાઈ કરેલી હોય છે કે કોઈપણ દવાની કિંમત છપાયેલી હોવી જોઈએ નહીં જો હશે તો દંડ ફટકારવામાં આવશે. સાથે જ દવા પર ગુજરાત સરકારના ઉપયોગ માટે એવું સ્પષ્ટ લખવું પણ ફરજિયાત છે. જેથી આ દવાઓનો ક્યાંય ગેરઉપયોગ ન થઈ શકે. આમ છતાં પણ રાજકોટમાં દવાઓનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 

GMSCLના વેરહાઉસમાં મસમોટું કૌભાંડ 
રાજકોટ ખાતે આવેલા GMSCLના વેરહાઉસમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. મેનેજર કંપનીઓમાંથી આવતી દવાઓની કિંમત પર સરકારી સ્ટિકર મારી દેતો હતો. સરકારી દવાઓની કટકી ન થાય તે માટે કિંમત લખવાની મનાઇ હોય છે. જોકે, કંપનીઓથી આવતી કિંમત લખેલી દવા પર મેનેજર પ્રતિક રાણપરા સરકારી દવાનું નોટ ફોર સેલ વાળું સ્ટિકર મારી દેતો હતો. જેથી દવા બનાવતી કંપની પેનલ્ટીથી બચી જતી હતી. જેના બાદ દવાઓનો અસલી ખેલ ચાલુ થતો હતો. 

દર્દીના નામે દવા ઉધારી તેને બ્લેકમાં વેચી દેવાતી
આ સ્ટોકને સરકારી બતાવી ફરી સરકારી સ્ટિકર કાઢી નાખવામાં આવતા હતા. કોઈપણ દર્દીના નામે આ દવા ઉધારી કિંમત સાથેની આ દવા બ્લેકમાર્કેટમાં વેચી દેવામાં આવતી હતી. કરોડો રૂપિયાના સ્ટોકમાં આ ગોલમાલ કરાઇ હોવાની ફરિયાદ થતાં ગાંધીનગરથી અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા છે. તો બીજી બાજુ વેરહાઉસ મેનેજર પ્રતિક રાણપરાની નીચે કામ કરતાં 2 કર્મચારીઓ આજે કામ પર ન આવતાં તેમની પણ સંડોવણી હોવાની શક્યતા છે. 

અધિકારીઓએ શરૂ કરી તપાસ
તો પ્રાથમિક તપાસમા મેનેજર પ્રતિક રાણપરાની બેગમાંથી વાંધાજનક રિસિપ્ટ મળી આવી હતી. હેત્વી હેલ્થ કેર નામના બિલની રિસિપ્ટ મળી આવતાં ગેરકાયદે સરકારી જથ્થો પ્રાઇવેટ મેડિકલ સ્ટોરને વેચી દેતો હોવાના આરોપ લાગ્યા છે. હાલ સમગ્ર મામલે ગાંધીનગરના અધિકારીઓ વેરહાઉસમાં તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ