મેંગેનીઝ ઓર ઇન્ડિયા લિમિટેડે (MOIL) Diwali 2021 પહેલા પોતાના કર્મચારીઓ માટે 28 હજાર રૂપિયાના બમ્પર બોનસનું એલાન કર્યું છે.
દિવાળી પહેલા ડબલ ફાયદો
આ સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી
બોનસની સાથે મળશે પગાર વધારો
દિવાળી પહેલા એક સરકારી કંપનીએ પોતાના કર્મચારીઓ માટે દિવાળી બોનસ (Diwali Bonus)નું એલાન કર્યું છે. દિવાળી પર સાર્વજનિક ક્ષેત્રની કંપની મેંગેનીઝ ઓર ઈન્ડિયા લિમિટેડ (MOIL)એ પોતાના દરેક કર્મચારીને 28000 રૂપિયાનું મોટું બોનસ આપવાની જાહેરાત કરી છે. તેની સાથે જ કંપનીએ સેલેરીમાં રિવિઝનનો પણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહે તેની જાણકારી આપી છે.
કર્મચારીઓની વધશે સેલેરી
મહારાષ્ટ્રના નાગપુરની કંપનીએ બીજા વર્ટિકલ સ્ટાફ, ચિકલા માઈન અને વિવિધ અન્ય પ્રતિષ્ઠાનોના ઉદ્ધાટનના અવસર પર આ જાહેરાત કરી છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રીએ કંપનીના દરેક કર્મચારીઓ માટે 28,000 રૂપિયાના બોનસની જાહેરાત કરી છે. જેની ચુકવણી દિવાળી 2021 પહેલા કરવામાં આવશે. તેના માટે કંપનીની તરફથી પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે વેતન સંશોધન 10 વર્ષ માટે કરવામાં આવ્યું છે. તે એક ઓગસ્ટ 2018થી 31 જુલાઈ 2027 સુધી લાગુ રહેશે અને તેનાથી કંપનીના લગભગ 5,800 કર્મચારીઓને લાભ થશે.
હવે મોંઘવારી ભથ્થુ 31 ટકા
મહત્વનું છે કે દિવાળી પહેલા કેન્દ્ર સરકારે પણ પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓને 28ની જગ્યા પર 31 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. નવું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2021થી લાગુ થશે.
1 જુલાઈથી મોંઘવારી ભથ્થું લાગુ થશે
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનર્શને ફાયદો થશે. આ પહેલા ડોઢ વર્ષના ફ્રીઝ થયેલા ડીએને એક વર્ષ જુલાઈમાં 17 ટકાથી વધારે 28 ટકા કરી દેવામાં આવ્યા છે. હવે ફરીથી ત્રણ દિવસના વધારાની સાથે ડીએનો દર 31 ટકા થઈ ગયો છે.