ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / Google And ASUS trying to make a Credit Card Sized Computer
ADVERTISEMENT
આસુસ આ કમ્પ્યુટર્સને જાપાનમાં યોજાનારી આઇઓટી ટેકનોલોજી કોન્ફરન્સમાં રજૂ કરશે. રિપોર્ટ અનુસાર આ ડિવાઇસનાં બે વેરિયન્ટ્સ ટીંકર એજ ટી અને ટીંકર એજ આર પ્રદર્શિત કરવામાં આવશે. જે ડેબિયન લિનક્સ અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરશે.કંપની ટીંકર એજ આરમાં ન્યુમેરિકલ પ્રોસેસિંગ યુનિટ સાથેની એનએક્સપી આઇ, અને એજ ટીપી.યુ ચિપ આપી શકે છે.
ADVERTISEMENT
યુઝર્સને આ કમ્પ્યુટરમાં ઇનપુટ-આઉટપુટ સાથે એકટિવ કુલિંગ ગીગાબાઇટ ઇથરનેટ અને યુએસબી 3.0નો સપોર્ટ મળશે.આ ટચુકડી સિસ્ટમ થ્રીડી ગ્રાફિક એન્જિન અને ગુગલના ટેન્સર પ્રોસેસિંગ યુનિટથી પણ સજજ્ છે. આસુસનું માનવું છે કે તે હાઇ-સ્પીડ એઆઈ સાથેનું એક કમ્પ્યુટિંગ ડિવાઇસ છે, જે અન્ય કમ્પ્યુટર્સ કરતા વધુ સારું છે.
આ સિવાય બંને વેરિયન્ટના ટચુકડા કમ્પ્યુટર બહુ ઓછા પાવરનો ઉપયોગ કરો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા કમ્પ્યુટર તેમાં લગાવેલા કેમેરાથી રૂમમાં રહેલી દરેક વ્યક્તિનો ફોટો ક્લિક કરી શકે છે. કમ્પ્યુટરના કેમેરામાં વાઇડ એંગલ લેન્સ સેન્સર છે, જે 187 ડિગ્રી સુધી ફોટો કેપ્ચર કરી શકે છે.આમ તો આસુસ 2017થી નાના સિંગલ બોર્ડ કમ્પ્યુટર માટે ટિંકર બોર્ડ નામનો ઉપયોગ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો