બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Good news for students who get mass promotion in standard 10, no problem for admission in standard 11

નહી પડે મુશ્કેલી / ધોરણ 10માં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ધોરણ 11 માં પ્રવેશ માટે નહી પડે મુશ્કેલી

Kiran

Last Updated: 03:15 PM, 15 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડ ઈતિહાસમા પ્રથમવાર પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય,માર્કશીટમાં નહી લખાય માસ પ્રમોશન, ધોરણ 11માં વિદ્યાર્થીઓને નહી પડે મુશ્કેલી.

  • ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
  • માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
  • ધોરણ 10ની માર્કશીટમાં નહી લખાઈને આવે માસ પ્રમોશન 

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણમાં વધારો થતા સીબીએસસી સહિતની શાળાઓ બંધ કરી દેવાઈ હતી અને તમામ બોર્ડની પરીક્ષાઓ મોકુફ રાખવાના આદેશ બાદ રાજ્ય સરકારે રદ કરી દીધી હતી જે બાદ સરકારે ધોરણ 10 રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની નિર્ણય કર્યો હતો. બોર્ડ ઈતિહાસમા પ્રથમવાર પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
 
માર્કશીટમાં નહી લખાઈ માસ પ્રમોશન    
ધોરણ 10ના શાળામાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે તેમના માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. જેમાં માસ પ્રમોશન લેનાર વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન લખાશે નહી,  શાળાએ લીધેલી કસોટીના આધારે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર થશે. જેથી વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે મુશ્કેલી ન પડે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના ભાસ્કર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારના માસ પ્રમોશનના આ નિર્ણયથી ધોરણ 10ના 8.૩7 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓએ ફાયદો થશે.  તેમજ ધોરણ 11માં  પ્રવેશ મેળવા જતા વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પણ નહી પડે સીધા જ 11 ધોરણમાં પ્રવેશ મેળવી શકશે.

ધોરણ 12માં પરીક્ષાઓ લેવામાં આવશે
જ્યારે ધોરણ 12 પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે પરંતું કોરોના સ્થિતિ નિયંત્રણમાં આવતા જ પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવશે તેવું રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું છે, મુખ્યમંત્રીએ નિવદેન આપતા જણાવ્યું હતું કે ધોરણ 12માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહી અપાય, મહત્વનું છે ધોરણ 12 કારર્કિદી માટે અગત્યનું હોય છે જેથી પરીક્ષા લેવાશે..કોરોના પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી જ ધોરણ 12ની પરીક્ષા લેવાશે. આ પહેલાં દર  વર્ષે નિયમિત રીતે માર્ચ મહિનામાં લેવાતી બોર્ડ પરીક્ષા લેવાતી હતી પરંતું આ વર્ષે કોરોનાને લીધે પરીક્ષા મોકૂફ રખાઈ હતી પરતું હવે ધોરણ 10માં માસ પ્રમોશન આપી દેવાયું છે જ્યારે ધોરણ 12માં કોરોના સ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષાઓ લેવામાં આવનાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ