બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Good news for Indians: Students can now stay in Italy for 1 year even after studies, know the reason

મહત્વના કરાર / ભારતીયો માટે ગુડ ન્યુઝ: હવેથી અભ્યાસ બાદ પણ વિદ્યાર્થીઓ 1 વર્ષ સુધી ઇટાલીમાં રોકાઈ શકાશે, જાણો કારણ

Megha

Last Updated: 09:05 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Italy student visa updates: ઇટાલીમાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદેશમાં રહેવાની તક પણ મળશે.

  • વિદેશ જઈને અભ્યાસ કરવાનું વિચારતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. 
  • ઇટાલીમાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર.
  • કેન્દ્રીય કેબિનેટે વિદેશ મંત્રાલયના આ પ્રસ્તાવને મંજૂરી આપી. 

આજકાલ વિદેશ જઈને અભ્યાસ અને નોકરી કરવાની ઈચ્છા ઘણા લોકોમાં જોવા મળી રહી છે અને આવા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારત અને ઇટાલીની સરકારો વચ્ચે માઈગ્રેશન અને મોબિલિટી કરાર પર હસ્તાક્ષર કરવાના વિદેશ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

આ કરાર અનુસાર ઇટાલીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી 12 મહિના સુધી ઇટાલીમાં રહી શકે છે. ઈટાલિયન પક્ષે નોન-સિઝનલ ભારતીય વર્કર્સ માટે અનામત ક્વોટા વધારીને 12,000 કર્યો છે. ચાલો જાણીએ કે આ કરારથી ભારતીયોને શું ફાયદો થશે...

આ કરાર હેઠળ, ભારતીય વિદ્યાર્થીઓને ઇટાલીમાં અભ્યાસ કર્યા પછી એક વર્ષ સુધી અસ્થાયી નિવાસની મંજૂરી આપવામાં આવશે, જે તેમને ઇટાલીમાં વિવિધ ક્ષેત્રોમાં અનુભવ મેળવવાની તક આપશે. આ સાથે, કામદારો માટે અનામત ક્વોટા પણ નક્કી કરવામાં આવ્યા છે, જે નોન-સિઝનલ અને સિઝનલ કામદારોને વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની તક આપશે.

આ કરાર લોકો-થી-લોકો સંપર્કો વધારશે, વિદ્યાર્થીઓ, કુશળ કામદારો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપશે અને અનિયમિત સ્થળાંતર સંબંધિત મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે સહકારને મજબૂત કરશે. આ પગલું ઇટાલીમાં કુશળ કામદારોની અછતને દૂર કરવામાં મદદ કરશે અને ભારતીય કામદારોને વિદેશમાં વધુ સારી રોજગારીની તકો પણ પ્રદાન કરશે. આ કરાર બંને દેશો માટે ફાયદાકારક માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ