બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Good news for glaucoma patients: Two state-of-the-art machines installed in this hospital in Ahmedabad

દૃષ્ટિ / ઝામરના દર્દીઓ માટે સારા સમાચારઃ અમદાવાદની આ હોસ્પિટલમાં સારવાર માટે મુકાયા બે આધુનિક મશીન

Mehul

Last Updated: 08:01 PM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની જાણીતી આંખની હોસ્પિટલ નગરી હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા ઝામરની સારવાર આપતા 2 મશીન  53 લાખ ના ખર્ચે ખરીદવાનો સ્ટેન્ડિંગ કમિટીમા નિર્ણય. દર્દીઓને રાહત દરે સારવાર

  • નગરી હોસ્પિટલમાં ઝામર મશીન
  • બે આધુનિક મશીનની થશે ખરીદી  
  • રાહત દરે આંખોની સારવાર થઇ શકશે 

કોરોના બાદ આંખના રોગોમાં વધારો થયો છે પરંતુ ઝામર દર્દીઓ માટે સારા સમાચાર છે..અમદાવાદમહાનગરપાલિકા સંચાલિત નગરી હોસ્પિટલ ખાતે ઝામરની સારવાર માટે બે આધુનિક મશીન ખરીદવામાં આવશે

મહાપાલિકાનો નિર્ણય 

નગરી હોસ્પિટલ આંખની સારવાર માટે જાણીતી છે અહી રાજ્ય અને દેશના અન્ય શહેરોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે ઝામરના દર્દીઓ માટે આધુનિક મશીન લાવવામાં આવશે કોર્પોરેશન દ્વારા ઝામરની સારવાર આપતા 2 મશીન  53 લાખ ના ખર્ચે ખરીદવાનો સ્ટેન્ડિંગ કમિટીમા  નિર્ણય કરાયો છે આ પ્રકારના મશીન ગુજરાતમાં માત્ર બે ખાનગી હોસ્પિટલો પાસે જ છે હાલ ઝામરના દર્દીઓની સારવાર ટીપાં લેસર અને  ઓપરેશનથી કરવામાં આવે છે.  જેમાં દૃષ્ટિ ગુમાવવામાના  કેસ પણ બનતા હોય છે  ત્યારે આ પ્રકારના આધુનિક મશીનથી આ સમસ્યા દૂર થશે.

રાહત દરે સારવાર 
ખાનગી હો્પિટલોમાં આ મશીન દ્વારા સારવારનો ખર્ચ  10 હજાર થી 25000 નો ખર્ચ કરવામાં આવે છે જ્યારે કૉર્પોરેશન ની આ હોસ્પીટલ માં 3 હજારના દરે સુવિધા આપવામાં આવશે. નગરી હોસ્પિટલમાં મહિને 1000થી 1200 દર્દી ઝામરની સારવાર માટે આવતા હોય છે . જેથી મોટી સંખ્યામાં દર્દીઓ ને ફાયદો થશે.નગરી હોસ્પિટલમાં બાળકો થી વૃદ્ધ સુધીના દર્દીઓ આંખ ની સારવાર કરાવતા હોય છે ત્યારે હવે ઝામર ના દર્દીઓને આ મશીન ખૂબ લાભદાયી નીવડશે 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ