બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold silver price in festive season again check per 10 gram gold price

Gold Price / તહેવારોની સીઝનમાં ફરી ઉચકાયા સોના-ચાંદીના ભાવ, ખરીદતા પહેલા અહીં જાણીલો આજની Gold Price

Arohi

Last Updated: 02:57 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price: સોનાના ભાવ ઈન્ટરનેશનલ માર્કેટમાં સતત ઝડપથી વધી રહ્યા છે. ફેસ્ટિવલ સીઝનમાં લોકોને મોંઘા ભાવમાં ખરીદી કરવી પડી શકે છે. એવામાં આજે સોનાના ભાવમાં કેટલો વધારો થયો છે આવો જાણીએ.

  • સોનાના ભાવમાં થયો વધારો 
  • ફેસ્ટિવલ સીઝનમાં ભાવમાં વધારો 
  • જાણો આજના સોનાના લેટેસ્ટ ભાવ 

સોના અને ચાંદીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાની કિંમતોમાં શનિવારે તેજી જોવા મળી. 1 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 780 રૂપિયાથી વધીને 6169 રૂપિયા થઈ ગઈ છે. આ જ પ્રકારે 22 કેરેટ સોનાની કિંમત 700 રૂપિયા વધીને 5655 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર ચાંદીની કિંમત 71995 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. 

મહાનગરોમાં લેટેસ્ટ રેટ 
દિલ્હી 

સોનાના ભાવ 61690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 
ચાંદીના ભાવ 71995 રૂપિયા 1 કિલોગ્રામ 

મુંબઈ 
સોનાના ભાવ 61530 રૂપિયા 10 ગ્રામ 
ચાંદીની કિંમત 71995 રૂપિયા 1 કિલોગ્રામ

કોલકતા 
સોનાની કિંમત 61530 રૂપિયા 10 ગ્રામ
ચાંદીની કિંમત 71995 રૂપિયા 1 કિલોગ્રામ

ચેન્નાઈ 
સોનાની કિંમત 61750 રૂપિયા 10 ગ્રામ
ચાંદીની કિંમત 71995 રૂપિયા 1 કિલોગ્રામ

MCX પર સોનાના ભાવ 
સોનું ડિસેમ્બર 2023 એમસીએક્સ વાયદા 0.675% ઉપર 60725 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદીનું ડિસેમ્બર 2023 એમસીએક્સ વાયદા સવારે 1.863%ના વધારા સાથે 72950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. દુનિયાભરમાં સોનાની ડિમાંડ, દેશોની વચ્ચે કરન્સી મુલ્યોમાં વિવિધતા હાલના વ્યાજદરો અને સોનાના વ્યાપારના સંબંધમાં સરકારીનિયમ કિંમતો પર અસર કરે છે. 

સોનાના ભાવ પર ઈન્ટરનેશનલ દબાણ 
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમતો લગભગ 1,976.40 ડોલર પ્રતિ ટ્રાય ઓંસ હતી. ઈઝરાયલ- હમાસ યુદ્ધ જે રીતે વધતું જઈ રહ્યું છે માનવામાં આવી રહ્યું છે કે આ અમેરિકા અને ઈરાન સાથે જોડાયેલા એક મોટા ભૂ-રાજનૈતિક સંકટમાં ફેરવાઈ શકે છે. 

જણાવી દઈએ કે સોનાની કિંમતમાં સતત બીજા અઠવાડીએ તેજી આવી છે. અત્યાર સુધી કિંમત 2.2 ટકા વધી ચુકી છે. સંકટના સમયે સોનામાં રોકાણ વધી શકે છે. આ એક એવી એસેટ છે જેને તરત કેશમાં ફેરવી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ