બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Gold prices fall sharply, know the latest rate

ગોલ્ડ રેટ્સ / હવે મોકો હાથમાંથી ન જવા દેવાય! સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, જાણૉ લેટેસ્ટ રેટ

Priyakant

Last Updated: 01:06 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Today News: દેશભરના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી રહી, કિંમતમાં ઘટાડો થયા બાદ ગ્રાહકોની ભારે ભીડ જામી

  • દેશભારમાં વરસાદના આગમન વચ્ચે લગ્નની સિઝન હજુ પણ ચાલુ
  • બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી
  • સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો 

દેશના અનેક રાજ્યોમાં ભલે વરસાદની મોસમ શરૂ થઈ ગઈ હોય પરંતુ દેશભરમાં લગ્નની સિઝન હજુ ચાલુ છે. દેશભરના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે, જેના કારણે ગ્રાહકોના ચહેરા પર ઘણી મૂંઝવણ જોવા મળી રહી છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે, કારણ કે કિંમત ઊંચા સ્તરેથી લગભગ 3,000 રૂપિયા સસ્તી ચાલી રહી છે, જેને તમે ખરીદી શકો છો.

નિષ્ણાતોના મતે જો તમે જલ્દી સોનું નહીં ખરીદો તો આવનારા દિવસોમાં તમારે મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે 24 કેરેટ સોનું રૂ.58,440 નોંધાયું છે, જ્યારે 22 કેરેટ સોનું રૂ.53,530 પ્રતિ દસ ગ્રામ નોંધાયું છે.

Tag | VTV Gujarati
File Photo 

આ શહેરોમાં નવીનતમ સોનાના દર 
દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના દરમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે, જેને ખરીદીને તમે તમારું નસીબ ચમકાવી શકો છો. દિલ્હીમાં 24 કેરેટ સોનું 59,430 રૂપિયા જ્યારે 22 કેરેટ સોનું 54,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ રહ્યું છે. આ સાથે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટની કિંમત 59,180 રૂપિયા નોંધાઈ છે, જ્યારે 22 કેરેટની કિંમત 54,350 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ છે. આ તરફ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ 52,285 રૂપિયામાં વેચાઈ રહી છે જ્યારે 22 કેરેટ 47,927 રૂપિયા પ્રતિ તોલાના ભાવે વેચાઈ રહી છે. કિંમતમાં ઘટાડો થયા બાદ અહીં ગ્રાહકોની ભારે ભીડ જામી રહી છે, જેને તમે પણ ખરીદી શકો છો.

સોનુ થયુ સસ્તુ : સતત વધતા સોનાના ભાવને લાગી બ્રેક, જાણો આજનો ભાવ | gold  price today
File Photo

મિસ્ડ કોલ દ્વારા કઈ રીતે જાણો શકશો સોનાનો ભાવ ? 
જો તમે બજારમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે ઘરે બેઠા સોનાની કિંમત જાણી શકો છો. આ માટે તમે આ નંબર 8955664433 પર જ મિસ્ડ કોલ મેળવી શકો છો. આ પછી, તમને તમારા મોબાઇલ નંબર પર SMS દ્વારા દર વિશે જાણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ