29 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઇ રહી છે. જે બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે. કેમકે કિંમતી ધાતુઓની મોટા પ્રમાણમાં ખરીદી જોવા મળી શકે છે. આશા દર્શાવાઇ રહી છે કે ફેસ્ટિવ સીઝન દરમિયાન સોનાના ભાવમાં ફરી એકવાર 40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જઇ શકે છે.
કોમોડિટી બજાર વિશ્લેષકોનું માનીએ તો સોનું આગામી તહેવારની સીઝનમાં ભારતીય બજારમાં 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જઇ શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં 1500-1600 ડોલર પ્રતિ ઔંસ વચ્ચે કારોબાર જોવા મળી શકે છે. હાલમાં જ સોનું ઘરેલૂ બજારમાં 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર ગયો હતો.
હાલ દિલ્હીમાં બુધવારે 10 ગ્રામ (22 કેરેટ) સોનાની કિંમત 37,150 રૂપિયા છે. જ્યારે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવ 38,350 રૂપિયા છે. ભારતીય શેયર બજારમાં બુધવારે મોટો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું.
ભારતમાં નવરાત્રી બાદ ધનતેરસ અને દિવાળીનો તહેવાર છે, જેથી સોના અને ચાંદી સહિત નવી વસ્તુઓ ખરીદવાના શુભ મુહૂર્ત બની રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શાંતિ ભાઇ પટેલે કહ્યું કે નવરાત્રીથી શરૂ થનારી ખરીદી આગળ ધનતેરસ અને દિવાળી સુધી રહેશે. ત્યારબાદ લગ્નની સીઝન શરૂ થઇ રહી છે. જેથી ઘરેલૂ બજારમાં સોના અને ચાંદીની માંગ બની રહેશે.