બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Going abroad has become both a necessity and a craze for Indians

મહામંથન / વિદેશમાં સંઘર્ષ ભર્યું જીવન: કેનેડામાં ભારતીયો માટે પાર્ટ ટાઈમ નોકરીની તક અને લોકોની લાંબી લાઈનોનું સત્ય શું?

Dinesh

Last Updated: 08:55 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડા જવાનો ક્રેઝ જે રીતે વધ્યો છે તે જોતા હવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે કેનેડામાં ભારતીયોની સંખ્યા તો ઘણી વધી પરંતુ સંખ્યાના પ્રમાણમાં કેનેડામાં ભારતીયો માટે જોઈએ એવી નોકરીની તક નથી

 

  • વિદેશ જવું ભારતીય માટે જરૂરિયાત અને એક ક્રેઝ બંને બન્યું
  • કેનેડામાં ભારતીયો માટે જોઈએ એવી નોકરીની તક નથી 
  •  કેનેડાની જીવનશૈલીમાં ટકી રહેવા માટે પાર્ટ ટાઈમ જોબ જરૂરી ?


એક સમય હતો કે જ્યારે વિદેશ ભણવા જવું, કે પછી વિદેશમાં નોકરી કરીને સ્થાયી થવું એ સામાન્ય ભારતીય માટે દુર્લભ અથવા તો લક્ઝરી ગણાય એવી વાત હતી. હવે વિદેશ જવું એ ભારતીય માટે જરૂરિયાત હોય કે ન હોય પણ એક ક્રેઝ તો છે જ. વિદેશ જવામાં પણ સમયના વહેણની સાથે ટ્રેન્ડ બદલાયા. એક સમયે વિલાયત એટલે બ્રિટન એવી જ સંકલ્પના હતી. 1990 પછીના આર્થિક ઉદારીકરણના દોરમાં સરેરાશ ભારતીય અમેરિકામાં પણ સ્થાયી થવા લાગ્યો, ત્યારબાદ દોર ચાલ્યો ઓસ્ટ્રેલિયા અને કેનેડાનો. જો કે સમય જતા અર્થશાસ્ત્રના સપ્લાય અને ડિમાન્ડનો નિયમ અહીં પણ લાગુ પડવા માંડ્યો. 

કેનેડા જવાનો ક્રેઝ વધ્યો
તાજેતરમાં કેનેડા જવાનો ક્રેઝ જે રીતે વધ્યો છે તે જોતા હવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે કેનેડામાં ભારતીયોની સંખ્યા તો ઘણી વધી પરંતુ સંખ્યાના પ્રમાણમાં કેનેડામાં ભારતીયો માટે જોઈએ એવી નોકરીની તક નથી. કેટલાય વિદ્યાર્થીઓ કેનેડામાં ભણવા ગયા પરંતુ હવે કેનેડાની જીવનશૈલીમાં ટકી રહેવા માટે પાર્ટ ટાઈમ જોબ જાણે કે ફરજિયાત થઈ ગઈ છે. સમય એવો આવ્યો છે કે સુપરમાર્કેટમાં પણ ભારતીયો નોકરી માટે કેટલાય કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા હોય તેવી સ્થિતિ ઉદભવી. કેનેડામાં ભણતર અને સ્કીલ્ડ રોજગારીની તક ભારતીયો માટે કે પછી ગુજરાતીઓ માટે કેટલી છે? કેનેડા જવાનો ક્રેઝ ભલે વધ્યો પરંતુ ત્યાં ટકી રહેવા માટે આપણે કેટલા બદલાવ કરવાના છે?

કેનેડામાં ઘર શોધવું પણ મુશ્કેલ
કેનેડામાં નોકરીની અછત અને કેનેડામાં વસતા ભારતીયો માટે મુશ્કેલી છે. જોબ ફેરમાં યુવક-યુવતીની લાંબી લાઈનો તેમજ સુપરમાર્કેટમાં નોકરી માટે પણ વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી અને કેનેડાની લાઈફસ્ટાઈલ એકંદરે મોંઘી થઈ રહી છે. વિદ્યાર્થીઓ મોટેભાગે પાર્ટ ટાઈમ જોબ કરી રહ્યા છે અને હવે સંખ્યા એટલી વધી છે કે નોકરી મેળવવી મુશ્કેલ થઈ ગઈ છે. ગુજરાન ચલાવવા હવે પાર્ટ ટાઈમ જોબ કરવી અનિવાર્ય થઈ ગઈ છે તેમજ નોકરીની સાથે-સાથે કેનેડામાં ઘર શોધવું પણ મુશ્કેલ છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ