બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Girl molested, hair pulled and slapped at HK College, Ahmedabad, later tried to beat her with a belt

છેડતી / અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી, બાદમાં બેલ્ટથી માર મારવાનો પ્રયાસ

Vishal Dave

Last Updated: 04:07 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવતીની સામે ગીત ગાઈને છેલ્લા ઘણા સમયથી અનિકેત યુવતીને પરેશાન કરતો હતો... ત્યારે હવે અનિકેત પટ્ટો કાઢીને યુવતીને મારવાનો પ્રયાસ કર્યો હતો

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે.... કોલેજમાં અનિકેત વાલોદરા નામના યુવકે યુવતીના વાળ ખેંચીને લાફો માર્યો હતો.. યુવતીની સામે ગીત ગાઈને છેલ્લા ઘણા સમયથી અનિકેત યુવતીને પરેશાન કરતો હતો... ત્યારે હવે અનિકેત પટ્ટો કાઢીને યુવતીને મારવાનો પ્રયાસ કર્યો હતો... જોકે કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ અનિકેતને અટકાવ્યો હતો... ત્યારે આ મામલે યુવતીએ અનિકેત વાલોદરા સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે...

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાર્સલના કારણે ફિલિપાઇન્સનો વિદ્યાર્થી લૂંટાયો, બન્યું સચેત કરે તેવું, 4ની ધરપકડ

છેડતીનો ભોગ બનનાર યુવતી અમદાવાદના શાહપુર વિસ્તારની રહેવાસી છે...અને એચ.કે. કોલેજમાં અભ્યાસ કરે છે.  આંકડાશાસ્ત્રનું પેપર પૂર્ણ કરીને તે કોલેજથી બહાર નીકળી રહી હતી. . ત્યારે કોલેજના ગેટ પાસે  કોલેજના જ વિદ્યાર્થી  અનિકેત વાલોદરાએ તેને જોઇને ગીતો ગાઇને  રોમિયોગીરી કરી હતી. . યુવતી ઉભી ન રહેતા અનિકેતે  યુવતીના વાળ ખેંચીને તેને અપશબ્દો કહ્યા હતા.  અને એટલુંજ નહીં તેને લાફો મારી દીધો હતો. અનિકેત આટલેથી ન અટકતા બાદમાં પટ્ટો કાઢીને યુવતીને મારવા જતો હતો, પરંતુ લોકોએ યુવતીએ બચાવી લીધી હતી. 

અગાઉ પણ અનિકેતે આ રીતે આ વિદ્યાર્થિનીને  હેરાન-પરેશાન કરી હતી.. પરંતુ આ વખતે તેણે તમામ હદો પાર કરતા યુવતીએ તેના વિરુદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ