બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Ganesha Mahamantra gives immense happiness

પૂજા / અપાર સુખ આપે છે ગણેશ મહામંત્ર

Juhi

Last Updated: 05:14 PM, 31 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશજી એટલે વિઘ્નહર્તા. તેમનું નામ નિત્ય જપનારનું જીવન નિર્વિઘ્ન થઇ જાય છે. દુઃખ રહિત થઇ જાય છે. તેમની પૂજા સર્વ દેવોમાં પ્રથમ કરવી. શ્રી ગણેશજીનું સ્મરણ નિત્ય કરનાર હંમેશાં સુખી રહે છે. ગણેશજીનાં નામ અસંખ્ય છે. ગણેશજી બહુ વિચક્ષણ છે. ભગવાન વેદવ્યાસના બોલેલા શબ્દે શબ્દનો અર્થ સમજી સરળ ભાષામાં તેમણે લખ્યો તે ગ્રંથનું નામ મહાભારત. જો કોઇ મનુષ્ય સાચા હૃદયથી તેમને પોકારે તો તેનાં ભયંકરમાં ભયંકર અને મુશ્કેલમાં મુશ્કેલ કામ પાર પડે છે. જો કોઇ મનુષ્ય તેમની પૂજા કર્યા સિવાય બીજા કોઇ દેવની પૂજા કરે છે તો તે પૂજા સફળ થતી નથી

.જો તમારે સુખી થવું હોય, ખરેખર ખૂબ સુખી થવું હોય, નોકરીમાં સારી પદવી મેળવવી હોય, સુંદર પત્ની મેળવવી હોય, સંસ્કારી અને ખાનદાની પતિ  મેળવવો હોય, દેવું દૂર કરવું હોય, ગરીબાઇ દૂર કરવી હોય તો તમે ગણેશજીની આરાધના શરૂ કરી દો. બે ટાઇમ ગણેશ પૂજન કરો અને તેમને દૂર્વા તથા ગોળ ધરાવો. બંને ચોથે લાડુ ધરાવો. હા, બીજી એક ખાસ વાત, એક સરસ નોટબુક લઇ તેમાં ખૂબ સુંદર, સુવાચ્ય અક્ષરે ૐ ગં ગણપતયૈ નમઃ મંત્ર લખો. 

મંત્ર લેખનમાં જેટલા લખાય એટલા નામ લખો. લોભ ન કરશો કે આજે મારે 10 પાનાં ભરવાં છે કે 20 પાનાં ભરવાં છે. જેટલું લખો તેટલું શાંત ચિત્તે લખો. જુઓ તેનો ચમત્કાર. તેમનાં 11000 મંત્ર જાપ થતાં તમારા સુખના દિવસો શરૂ થશે. 100000 મંત્ર લખતાં લખતાં તમે કલ્પના નહીં કરી હોય તેટલું સુખ, સમૃદ્ધિ તથા ઐશ્વર્ય તમારી પાસે હશે. નોકરીમાં સારી પદવી હશે. સુંદર પત્ની હશે. સર્વગુણસંપન્ન સંસ્કારી પતિ હશે, આજ્ઞાંકિત બાળકો હશે. વિદ્યાર્થીને સારી ડિગ્રી મળશે. જેની જે મહેચ્છા હશે તે પાર પડશે. બસ ઉપર લખ્યા મુજબ વર્તો. આ એક ખૂબ અનુભૂત પ્રયોગ આ લેખકનો છે. આ લેખના લેખક હનુમાનભક્ત હોવા છતાં આ પ્રયોગના પુણ્યથી અપાર સુખ, સમૃદ્ધિ જોયાં છે. નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે.

ગણેશજીનો ફોટો, છબી કે પ્રતિમા કે તેમનું કોઇ પણ સ્વરૂપ જેમાં અંકિત હોય તે જો પગમાં આવે તેમ હોય તો તેને પગે લાગી શ્રદ્ધાથી જળમાં વિસર્જિત કરી દો. ગણેશજીના ટૂંકા મંત્રનું અથવા સ્મરણ ચાલુ રાખવું.

ગણેશ ભક્તોએ પાપ કર્મ, નિંદા, ચાડી, ચુગલી, હિંસા, અનાચાર, દુરાચાર, પાપાચાર, પરસ્ત્રી સંગ, બીજાનું પડાવી લેવાની વૃત્તિનો ત્યાગ કરવો. ગણેશજીનું કોઇ પણ ચિત્ર ખરાબ વસ્તુઓ જેવી કે બીડી, મદિરાનાં વેચાણ માટે ન મૂકવું. તેમની પ્રસન્નતા મેળવવા માદક પદાર્થોનું સેવન ન કરવું. 

દારૂ, જુગાર, માંસનો ત્યાગ કરવો. આમ કરવાથી તમારા જીવનમાં કોઇ વિઘ્ન નહીં આવે. જો કોઇ ભયંકર વિઘ્ન આવ્યું હશે તો પણ શ્રી ગણેશજીની અપાર કૃપા વડે તે દૂર થઇ જશે અથવા હળવું બની જશે. બને તેટલા ગણેશ અથર્વશીર્ષના પાઠ કરો. બને તેટલા ગણેશ ગાયત્રી મંત્રના જાપ કરો. દેવું બહુ હોય અને તે દૂર કરવું હોય તો દરરોજ સવારે ઋણહરણ ગણેશસ્તોત્રનો જાપ કરો. જુઓ આ બધું કરવાથી તમારા જીવનમાં કેટલાં સુખ શાંતિ આવે છે? જો કોઇ ગણેશ ભક્ત ભાદરવામાં ગણેશ પુરાણનું અનુષ્ઠાન કરે અથવા સુદ કે વદ ચોથે ગણેશ માહાત્મ્ય સાંભળો તો તેને અપાર સુખ મળે છે.

એક અનુભૂત પ્રયોગઃ
મંગળવારના દિવસે અથવા મંગળવારી ચોથના દિવસે કોઇ ગરીબને લાલ વસ્ત્ર તથા ઘઉંનું દાન કરો. સાથે સાથે જાસૂદનાં લાલ પાંચ પુષ્પને દાનમાં આપો. ગણેશજીને તમારું આ કાર્ય ખૂબ ગમશે. ગણેશજીના ચારેય વરદ્ હસ્ત તમારા માથે આવશે અને તમે તન, મન, ધન બધી રીતે સુખી થઇ જશો. આ પણ એક અનુભૂત પ્રયોગ છે. (હા, એક વિશેષ વાત, ઘઉંનું દાન કરો તો સવા પાંચ કિલો કે સવા દશ કિલો તો જરૂર કરજો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ