બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gandhinagar Sessions Court granted 5-day remand of former IAS SK Langa

ગાંધીનગર / પૂર્વ IAS એસ કે લાંગાના 5 દિવસના રિમાન્ડ સેશન્સ કોર્ટે કર્યા મંજૂર, જમીન ખોટી રીતે આપી દેવામાં કરી હતી 'રાજ'રમત', જુઓ કેસ

Dinesh

Last Updated: 09:12 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમીન કૌભાંડ કેસમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાના ગાંધીનગર સેશન્સ કોર્ટે 17 જૂલાઈ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે

  • પૂર્વ આઈ.એ.એસ એસ કે લાંગાના રિમાન્ડ મંજૂર
  • એસ કે લાંગાના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યો
  •  17 જૂલાઈ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા 

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટેમાં પૂર્વ આઈ.એ.એસ એસ કે લાંગાને રજૂ કરાયો હતો અને જ્યાં રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યો છે. જણાવીએ તો એસ કે લાંગાના 17 જૂલાઈ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

શું છે એસ કે લાંગા કેસ?
એસ.કે.લાંગા વિજય રૂપાણી સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા કારસો રચ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમનો પણ ઉલાળિયો કર્યો હતો અને સરકારને આર્થિક નુકસાન પણ પહોંચાડ્યું હતું. બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા વ્યાસા સમિતિના રિપોર્ટના આધારે SITએ શરૂ તપાસ શરૂ કરી હતી. બાદમાં કાર્યવાહી ટાણે તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી તેમની ધરપકડ કરી હતી.

જમીન ભ્રષ્ટ્રાચાર મામલો
ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ IAS એસ કે લાંગા નામ ઉછળ્યું હતું. જમાં એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પર આરોપો લાગ્યા હતા. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ રૂપાણીએ જણાવ્યું હતું કે એસ.કે.લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. લાંગા હાઈ પાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે અને હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી. 

એસ.કે.લાંગા સામે કેસ શું છે?
જમીન ખોટી રીતે આપી દેવાના કેસમાં ધરપકડ કરાઇ હતી
જમીન કૌભાંડ સમયે ગાંધીનગરના કલેક્ટર હતા એસ.કે. લાંગા
સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે
ગાંધીનગરમાં કેતન ધૃવ નામના આરોપીએ કરી હતી ફરિયાદ 
ખોટા દસ્તાવેજ અને સત્તાનો દૂરઉપયોગ કરવા બાબતે થઇ હતી ફરિયાદ 
માતર વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યા હતા
કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં સરકારી જમીન ખાનગી વ્યક્તિને અપાવી
બિન ખેડૂતોને ખેડૂત બનાવી જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ કર્યુ

કોણ છે એસ.કે.લાંગા?
એસ.કે.લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રહ્યા
લાંગા 6 જિલ્લામાં RAC,DDO અને કલેકટર પદે રહ્યા છે
AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે
લાંગાની સાથે તેમની સાથેના અધિકારી પણ વિવાદમાં રહ્યાં છે
ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ગુનો દાખલ થયેલો છે
ખાનગી વ્યક્તિને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો

એસ.કે.લાંગાની સંપત્તિ કેટલી?
એસ.કે.લાંગા તેમના મળતિયા અને સંબંધીના નામે અઢળક સંપત્તિ
જમીનોના સોદામાં ભાગ પણ રહેતો હતો
અમદાવાદના બોપલમાં ફાર્મ હાઉસ અનેક દુકાનો હોવાની ચર્ચા
પરિવારના સભ્યના નામે પણ અનેક પ્રોપર્ટી
રાઇસ મિલમાં ભાગીદારી હોવાની ચર્ચા 

માતરનો મામલો શું હતો?
માતરમાં બિન ખેડૂતોની તપાસમાં દસ્તાવેજોની ચકાસણી થયો હતો પર્દાફાશ 
માતર તાલુકાના વિરોજા ગામે ખરીદી હતી જમીન
રેકર્ડ અને કાગળની ચકાસણી દરમિયાન ખોટી રીતે ખેડૂત બન્યાની ચર્ચા 
ખેડૂત બન્યા તે અંગે જરૂરી પુરાવા રજૂ કરવા નોટિસ અપાઇ હતી
નોટિસ બાદ લાંગા ખેડૂત હોવાના પૂરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરાઇ હતી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ