બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટ / Former Gujarat Chief Minister Vijay Rupani may contest the Lok Sabha elections from Rajkot

BIG BREAKING / ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી લડી શકે છે લોકસભા ચૂંટણી, જાણો કઈ બેઠક પરથી હાઇકમાન્ડ દાવ ખેલી શકે

Vishal Khamar

Last Updated: 11:49 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ગત રાત્રે બેઠક યોજવામાં આવી હતી. જેમાં 100 લોકસભા બેઠકો પર ઉમેદવારોનાં નામને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજકોટ લોકસભા સીટ પરથી દિગ્ગજ નેતાને ટિકિટ આપવા પર ભાજપ હાઈ કમાન્ડ વિચારણા કરી રહ્યું છે. રાજકોટ બેઠક પર આગામી ટૂંક સમયમાં નિર્ણય થઈ શકે છે.

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપામી લોકસભા ચૂંટણી લડી શકે છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉપર ભાજપ હાઈ કમાન્ડ નવો અખતરો કરી શકે છે. અનેક પૂર્વ મુખ્યમંત્રીને ચૂંટણી લડવાના નિર્ણયને પગલે વિજય રૂપાણી લોકસભાની ચૂંટણી લડી શકે છે. વિજય રૂપાણીને રાજકોટની સીટ ઉપરથી ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. વિજય રૂપાણીના નામ પર આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. 
 

ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદીમાં ગુજરાતનાં 10 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે
લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી આજે બપોરે જાહેર થઈ શકે છે. ગુજરાતનાં પણ લોકસભા સીટનાં આઠ થી દસ જેટલા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. અમિત શાહ ગાંધીનગરથી જ ચૂંટણી લડશે. તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર.પાટીલ નવસારી, ભાવનગરથી મનસુખ માંડવીયા અને જામનગરથી પૂનમ માડમની ટીકીટ નક્કી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 

પંજાબમાં વિજયભાઈ રૂપાણી તેમજ પૂર્ણેશ મોદીને સોંપાઈ મહત્વની જવાબદારી
તાજેતરમાં જ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે.  આ યાદીમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં પ્રભારીઓ અને સહ-પ્રભારીઓના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સુરતનાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણનાં પ્રભારી નિયુક્ત કરવામા આવ્યા છે. ગુજરાતનાં બે નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 

વધુ વાંચોઃ હિમાચલમાં ઉથલપાથલની રાજનીતિ વચ્ચે વિક્રમાદિત્યએ બળવાખોરો સાથે કરી મુલાકાત, જાણો શું છે આગામી પ્લાન
 

2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી
ભાજપ પંજાબ પ્રત્યે કેટલી ગંભીરતાથી જોઈ રહી છે તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે રાજ્યમાં પાર્ટીએ પહેલીવાર રાજકીય રીતે પારંગત ખેલાડીને મેદાનમાં ઉતાર્યા છે. વિજયભાઈ રૂપાણીએ માત્ર 2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી હતી. 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ