બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Politics / Amid turbulent politics in Himachal, Vikramaditya met with the rebels

રાજનીતિ / હિમાચલમાં ઉથલપાથલની રાજનીતિ વચ્ચે વિક્રમાદિત્યએ બળવાખોરો સાથે કરી મુલાકાત, જાણો શું છે આગામી પ્લાન

Priyakant

Last Updated: 11:18 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Himachal Pradesh Political Crisis Latest News: એક તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે કહ્યું કે, આજે તેઓ કહી શકતા નથી કે કાલે શું થશે, તો બીજી તરફ તેમના પુત્ર વિક્રમાદિત્ય બળવાખોરોને મળ્યા

Himachal Pradesh Political Crisis : હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ અને એના પછી ગરમાયેલ રાજકારણે અનેક ચર્ચાઓને વેગ આપ્યો હતો. જેમાં મુખ્યમંત્રી બદલાઈ જવા સુધીની વાત ચર્ચાઇ હતી. જોકે શિમલામાં કોંગ્રેસના નિરીક્ષકોએ કહ્યું હતું કે 'બધું બરાબર છે' કહેવાથી પાર્ટી અને સરકારની સમસ્યાઓ માત્ર એટલા માટે સમાપ્ત થઈ નથી. આ જાહેરાતના થોડા કલાકો બાદ ફરી એકવાર કેટલાક સંકેતો દેખાઈ રહ્યા છે જે કોંગ્રેસની ચિંતા વધારી શકે છે. એક તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે કહ્યું છે કે, આજે તેઓ કહી શકતા નથી કે કાલે શું થશે, તો બીજી તરફ તેમના પુત્ર વિક્રમાદિત્ય બળવાખોરોને મળ્યા છે. વિક્રમાદિત્ય પંચકુલામાં બળવાખોર ધારાસભ્યોને મળ્યા છે. સાતેય નેતાઓ એકસાથે દિલ્હી જવાના પણ સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમાદિત્ય સુખુને બહુમત સાબિત કરવા માટે કહી શકે છે.

હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલપાથલનો અંત આવતો જણાતો નથી. કોંગ્રેસના કેન્દ્રીય નિરીક્ષકો ડીકે શિવકુમાર અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ગુરુવારે સાંજે સુખુ, પ્રતિભા સિંહ, વિક્રમાદિત્ય અને ધારાસભ્યો સાથે મીડિયા સમક્ષ હાજર થયા અને સંકટના અંતની જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકાર અને પાર્ટી વચ્ચે તાલમેલ સાધવા માટે 5-6 સભ્યોની કમિટી બનાવવામાં આવશે. જોકે આ જાહેરાતના થોડા કલાકો પછી સંકેતો બહાર આવવા લાગ્યા કે મતભેદો હજી ઉકેલાયા નથી.

હું નથી જાણતી કે ભવિષ્યમાં શું થશે ? : પ્રતિભા સિંહ
પ્રતિભા સિંહે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તે નથી જાણતા કે આવતીકાલે કે ભવિષ્યમાં શું થશે. તેમણે કહ્યું કે, કેટલાક મુદ્દા એવા હતા કે જેના પર થોડા કલાકો કે એક દિવસમાં નિર્ણય ન લઈ શકાય. બીજી તરફ મીડિયા સામે પોતાનું અને પોતાના પિતાનું અપમાન કરવાનો આરોપ લગાવીને રડી પડેલા વિક્રમાદિત્ય પણ સમાધાન કરવાના મૂડમાં નથી. તેઓ પંચુકલા ગયા અને બળવાખોર ધારાસભ્યોને મળ્યા. વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોને બજેટ પર મતદાન દરમિયાન ગૃહમાંથી ગેરહાજર રહેવા બદલ ગેરલાયક ઠેરવ્યા છે.

વધુ વાંચો: ભાજપના 100 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા જ લાગશે મોટો ઝટકો! જાણો પ્રથમ યાદીમાં કયા દિગ્ગજોને ટિકિટ મળે તેવી શક્યતા

સ્પીકરના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે
આ તરફ ગેરલાયક ઠેરવાયેલા ધારાસભ્યોમાંથી એકે કહ્યું કે, તેઓ સ્પીકરના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ગેરલાયક ઠેરવવામાં આવેલા ધારાસભ્યોમાં સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજીન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચેતન્ય શર્મા અને દવિન્દર કુમાર ભુટ્ટો છે. હિમાચલ કોંગ્રેસ અને સરકાર વચ્ચે સંકટ ત્યારે સર્જાયું જ્યારે આ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું. 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાને કારણે ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન જીત્યા જ્યારે અભિષેક મનુ સિંઘવી હારી ગયા. આ પછી ભાજપનો દાવો છે કે, કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ