બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / for the 14th time rafael nadal reached the final of french open 2022

French Open 2022 / 14મી વખત ફ્રેંચ ઓપનના ફાઇનલમાં પહોંચ્યા રાફેલ નડાલ, જોકે આ કારણે સેમિફાઇનલમાં જીતની ન થઈ ખુશી

Arohi

Last Updated: 11:45 AM, 4 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાફેલ નડાલે પેરિસના ફિલિપ ચેટરિયર કોર્ટમાં રમાયેલી સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તે 14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો.

  • 14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહોંચ્યો આ ખેલાડી 
  • ઈજા પહોંચવાના કારણે એલેક્ઝાન્ડર ઝવેરેવ થયા બહાર 
  • ફાઈનલમાં પહોંચવાની આ કારણે નથી ખુશી 

સ્પેનના રાફેલ નડાલની ગણતરી ટેનિસ જગતના શાનદાર ખેલાડીઓમાં થાય છે. તે 14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે. રાફેલ નડાલે પોતાના 36માં જન્મદિવસના અવસર પર આ સ્થાન હાંસલ કર્યું છે. હાલમાં તેણે જે રીતે આ પદ હાંસલ કર્યું છે તેનાથી તે બહુ ખુશ નથી. કારણ કે સેમીફાઈનલમાં તેના વિરોધી ખેલાડી એલેક્ઝાન્ડર ઝવેરેવને ઈજાના કારણે બહાર થવું પડ્યું હતું.

 

શુક્રવારે, જર્મનીના સ્ટાર ટેનિસ ખેલાડી અને ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ પદક વિજેતા એલેક્ઝાન્ડર ઝવેરેવ પેરિસની ફિલિપ ચેટ્રિઅર કોર્ટમાં કોર્ટ પર રાફેલ નડાલને જોરદાર ટક્કર આપી હતી. આ દરમિયાન મેચના બીજા સેટમાં ઝવેરેવના જમણા પગમાં ઈજા થવાને કારણે તે પોતાની રમત ચાલુ રાખી શક્યો ન હતો. જેના કારણે રાફેલ નડાલ આસાનીથી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો.

નડાલને મળી જોરદાર ટક્કર 
જર્મનીના ઝવેરેવે ટોસ જીતીને નડાલને સર્વ આપ્યો હતો. ત્યાર બાદ તે નડાલની સર્વને તોડવામાં સફળ રહ્યો હતો અને બીજી ગેમમાં પણ તેની સર્વિસ જાળવી રાખી હતી. પ્રથમ સેટની શરૂઆતની રમતમાં ઝવેરેવે મેચ 3-1થી પોતાના પક્ષમાં લઈ લીધી હતી. જ્યાંથી નડાલે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ સેટ 7-6થી જીતી લીધો હતો.

બીજો સેટ પણ ટાઈ બ્રેકરમાં પહોંચાડ્યો 
બીજા સેટમાં રાફેલ નડાલ આક્રમક દેખાતો હતો. જ્યારે ઝવેરેવે પણ 21 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને જોરદાર ટક્કર આપી હતી અને મેચમાં 4-2ની લીડ મેળવી હતી. ત્યાર બાદ નડાલે બીજા સેટમાં 6-6થી તેને પણ ટાઈ બ્રેકર સુધી પહોંચાડ્યું હતું. 

બીજા સેટના ટાઈ બ્રેકરમાં બંને ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું પરંતુ બીજા સેટની 12મી ગેમના છેલ્લા પોઈન્ટ પર ઝ્વેરેવને સ્નાયુમાં ખેંચ આવી ગઈ હતી.  તેનો દુખાવો એટલો અસહ્ય હતો કે તે બૂમો પાડી રહ્યો હતો. જ્યારે રમત ચાલુ ન રાખી શકવાની સ્થિતિમાં, રાફેલ નડાલે સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ