બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Flags will be hoisted at half-mast on the Jagatmandir in dwarka

દ્વારકા / જગતમંદિર પર અડધી કાઠીએ ચડાવાશે ધ્વજા, જાણો શા માટે લેવાયો નિર્ણય

Kishor

Last Updated: 05:01 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા જિલ્લામાં ભારે પવન અને વરસાદની શકયતાને લઇને દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

  • દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવાશે
  • પવન અને વરસાદી માહોલને પગલે લેવાયો નિર્ણય
  • 15 જુલાઈ સુધી અડધી કાઠીએ ધ્વજા ચડાવાશે

કરોડો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન ભગવાન દ્વારકાધીશ મંદિર પર વધુ એક વખત અડધી કાઠીએ ધ્વજા ચડાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, છેલ્લા કેટલાય સમયથી મેઘો દ્વારકા પંથક પર ઓળઘોળ થઇ દ્વારકા સહિત હાલાર પંથકને ઘમરોળી રહ્યો છે. તેવામાં તોફાની પવન અને ભારે વરસાદની શકયતાને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વરસાદી વાતાવરણને લઈને લેવાયો નિર્ણય
દ્વારકામાં છેલ્લા કેટલાય સમયથી અવિરત મેઘમહેર થઇ રહી છે. પરંતુ અનરાધાર વરસાદને પગલે આ મેઘમહેર હવે મેઘકહેરમાં બદલાયી રહી હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. તેવામાં દ્વારકામાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન અને ખરાબ હવામાનને લઈને દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં દ્વારકામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. વધુમાં જામનગર સહિત દ્વારકા સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ સાથે 30 થી 40 કિમીની ગતિથી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી રહી છે તેવા સંજોગો વચ્ચે દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા સુરક્ષાને ધ્યાને આ નિર્ણય લેવાયો છે. 

ગત તા. 5 ના રોજ જગતમંદિર પર ચડાવાઇ હતી અડધી કાઠીએ ધ્વજા 
ધ્વજા ચડાવતા પૂજારીઓના પરિવારની સુરક્ષાને કેન્દ્રમાં રાખી જગતમંદિર પર આગામી તા. 15 જુલાઈ સુધી અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવશે. નોંધનિય છે કે, તાજેતરમાં ગત તા. 5 ના રોજ વરસાદને લઇને જગતમંદિર શિખર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી હતી. મહત્વનું છે કે, મંદિર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પરંતુ  ગત તા. 5 ના રોજ અવિરત વરસાદને પગલે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. આ ઉપરાંત એક વર્ષ અગાઉ તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ વધુ એક વખત દ્વારકાધીશ મંદિર પર અડધી કાઢીએ ધજા ફરકાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ