બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Finally the decision to demolish the Sandhya Bridge: This road will have to be passed for two years now

રાજકોટ / આખરે સાંઢિયા બ્રિજને તોડવાનો નિર્ણય: હવે બે વર્ષ સુધી આ રસ્તેથી થવું પડશે પસાર

Vishal Khamar

Last Updated: 05:39 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં જામનગર રોડ આવેલા સાંઢીયા બ્રિજને તોડી નવો બ્રિજ બનાવાશે. ત્યારે આગામી 2 ફેબ્રુઆરીથી 2 વર્ષ માટે પુલ બંધ કરાશે. લાંબા સમયથી જર્જરિત પુલ આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન નવો બનાવવાની તૈયારીઓ હાથ ધરી છે.

  • રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢીયા બ્રિજને તોડી નવો બ્રિજ બનાવાશે
  • આગામી 2 ફેબ્રુઆરીથી 2 વર્ષ માટે પુલ બંધ કરાશે 
  • લાંબા સયથી જર્જરિત પુલ આખરે નવો બનાવવાની RMCની તૈયારી

રાજકોટનાં જામનગર રોડ પર આવેલા ઐતિહાસિક એવા સાંઢીયા બ્રિજ જર્જરિત હાલતમાં હોઈ મનપા દ્વારા તેનાં નવીનીકરણની કામગીરી આગામી શરૂ કરવામાં આવનાર છે. જેની પ્રથમ પ્રક્રિયાનાં ભાગ રૂપે મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી ટૂંક સમયાં સાંઢીયા પુલનાં નવીનીકરણનું ખાતમુર્હૂર્ત કરવામાં આવશે. 

બ્રિજનાં નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી
આ બાબતે મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, શહેરનાં 50 વર્ષ જુનાં સાંઢીયાપુલનાં નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવો ફોરલેન બ્રિજ તૈયાર થતા અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો લાભ મળશે. તેમજ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને રાહત મળશે. નવા બ્રિજ માટે 62.60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમજ 22 પિલર, 602 મીટરની લંબાઈ અને 16.40 મીટરની પહોળાઈનો ફોરલેન બનશે. 2 વર્ષ સુધીમાં ફોરલેન બ્રિજ બનીને તૈયાર થશે. 2 વર્ષ સુધી વાહનોને વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડશે. 

વધુ વાંચોઃ અયોધ્યામાં જે મુદ્દાને લઈને ઊભો થયો વિવાદ, સોમનાથમાં એ રીતે જ થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા

મોરબીની દુર્ઘટના બાદ પુલનો સર્વે થયો
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ રાજ્યનાં તમામ પુલનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ પુલ પણ જર્જરિત હોવાનું સામે આવતા તાત્કાલિક પુલ પરથી ભારે વાહનોની અવર જવર બંધ ખરાવવામાં આવી હતી. જે બાદ રેલવેની મંજૂરી અને ડાયવર્ઝન માટે રાજવી પરિવારની જમીન મેળવવાની પ્રક્રિયામાં ઘણો સમય વીતી ગયો હતો. ત્યારે હવે આ તમામ કામગીરી પૂર્ણ થતા મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ટૂંક સમયમાં જૂનાં પુલને તોડીને તેની જગ્યાએ ફોરલેન બ્રીજ બનાવવા માટેની કામગીરી શરૂ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ