બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / fifa womens world cup spain becomes the first team to be the defending champion

ઐતિહાસિક / Spainની મહિલા ફૂટબોલ ટીમે સર્જ્યો ઇતિહાસ, પ્રથમ વાર ફીફા વર્લ્ડ ચેમ્પિયન બની આ રેકોર્ડ કર્યો પોતાને નામ

Arohi

Last Updated: 09:30 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fifa Womens World Cup: વિમન્સ ફીફા વર્લ્ડ કપનું ફાઈલન સ્પેનને જીતી લીધુ છે. ફાઈનલમાં સ્પેને ઈંગ્લેન્ડને 1-0થી હરાવ્યુ અને ઈતિહાસ રચી દીધો છે. વર્ષ 2011ના બાદ પહેલી વખત ફીફા વુમન્સને નવા ચેમ્પિયન મળ્યા છે. જાપાને વર્ષ 2011માં પહેલી વખત ટ્રોફી જીતી હતી. એવામાં 12 વર્ષ બાદ સ્પેને પહેલી વખત વિમન્સ ફીફા વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

  • સ્પેને પહેલી વખત જીતી મહિલા ફીફા વર્લ્ડ કપ ટ્રોફી 
  • ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 1-0થી ચટાવી ધૂળ 
  • સ્પેનને ઈંગ્લેન્ડનો વિશ્વ કપ જીતવાનું તોડ્યુ સપનું 

વિમન્સ ફીફા વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો સ્પેને જીતી લીધો છે. ફાઈનલ મેચમાં સ્પેને ઈંગ્લેન્ડને 1-0થી ધૂળ ચટાવી અને ત્યાર બાદ જ ઈતિહાસ રચી દીધો. વર્ષ 2011ના બાદ પહેલી વખત ફીફા વિમન્સને ફૂટબોલના નવા ચેમ્પિયન મળ્યા છે. 

જાપાને વર્ષ 2011માં પહેલી ટ્રોફી જીતી હતી. એવામાં 12 વર્ષ બાદ સ્પેને પહેલી વખત વિમન્સ ફીફા વર્લ્ડ કપ જીતીને નવો ઈતિહાસ રચી દીધો છે. જણાવી દઈએ કે સ્પેન ટીમ એક સમયમાં ત્રણ ફીફા વિશ્વ કપ ટ્રોફી ડિફેન્ડિંગ ચેમ્પિયન બનનાર પ્રથમ ટીમ બની ગઈ છે. 

સ્પેને પહેલી વખત જીતી મહિલા ફીફા વર્લ્ડ કપની ટ્રોફી 
હકીકતે સિડની ઓલિમ્પિક સ્ટેડિયમમાં 20 ઓગસ્ટે રમાયેલી ફાઈનલ મેચમાં સ્પેને ઈંગ્લેન્ડને 1-0થી હરાવ્યું. સ્પેની તરફથી વિક્ટરી ગોલ કેપ્ટનઓલ્ગા કાર્મોનાએ માર્યો. 

આ ગોલ 29મી મિનિટ પર આવ્યો અને તેની સાથે જ સ્પેન ટીમ પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બની. બીજી બાજુ ઈંગ્લેન્ડનું પહેલી વખત ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયું. મેચમાં ઈંગ્લેન્ડે કુલ 16 ફાઉલ કર્યા જ્યારે સ્પેનને ફક્ત 9 ફાઉલ કર્યા. ઈંગ્લેન્ડની હારનું સૌથી મોટુ કારણ પાસિંગ રહ્યું. 

સંપૂર્ણ રમતમાં ઈંગ્લેન્ડે 362 પાસ બનાવ્યા. તેમાંથી 72 ટકાથી સફળ રહ્યા. સ્પેન મેંસ અને વિમન્સ બન્નેનું ફૂટબોલ વર્લડ કપ જીતનાર બીજો દેશ બની ગયો છે. 

સ્પેન બની આવું કામ કરનાર પહેલી ટીમ 
પહેલી વખત ફીફા વિમન્સ વર્લ્ડ કપ જીતવા ઉપરાંત સ્પેન ટીમ એવી ટીમ બની ગઈ છે જેણે એક સમયમાં ત્રણ ફીફા વર્લ્ડ કપ ટ્રોફીનું ગત ચેમ્પિયન જીત્યું. 

વર્ષ 2022માં ફીફા અંડર-19 વિશ્વ કપની ટ્રોફી, વર્ષ 2022માં અંડર-20ની વિમન્સ વિશ્વ કપ ટ્રોફી વર્ષ 2023માં ફીફા વિમન્સ વિશ્વ કપનો ખિતાબ સ્પેને પોતાના નામે કર્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ