બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Fawad Chaudhry ran into Islamabad highcourt to save himself from police custody

પાકિસ્તાન / ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર પોલીસને જોઈ ઉભી પૂંછડીએ ભાગ્યા પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી, જુઓ VIDEO

Vaidehi

Last Updated: 06:48 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્લામાબાદ હાઈકોર્ટથી જામીન મળ્યાં બાદ પોલીસે ફરીથી PTI નેતા ફવાદ ચૌધરીની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ પોતાના બચાવ માટે હાઈકોર્ટનાં પરિસરમાં ભાગી ગયાં. જુઓ વીડિયો.

  • ઈસ્લામાબાદ HCથી ફવાદ ચૌધરીને મળી જામીન
  • જામીન મળ્યાં બાદ પણ ધરપકડ કરવા પહોંચી પોલીસ
  • પોતાના બચાવ માટે ફવાદ હાઈકોર્ટનાં પરિસરમાં ભાગી ગયાં

ઈસ્લામાબાદમાં પોતાની જામીન મળ્યા બાદ પાકિસ્તાન તહરીક એ ઈંસાફનાં નેતા ફવાદ ચૌધરી પોતાની ધરપકડથી બચવા માટે ગાડીમાંથી કૂદીને ઈસ્લામાબાદ હાઈકોર્ટનાં પરિસરમાં પાછા જતાં રહ્યાં. 

હાઈકોર્ટનાં પરિસરમાં ભાગી ગયાં
ફવાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં બાદ પાછા જવા માટે પોતાની ગાડીમાં બેસવા ગયાં ત્યાં તેમણે એન્ટી ટેરિરિઝમ સ્કવોડને પોતાની તરફ આવતાં જોયું. તેમને જોતાંની સાથએ જ ફવાદ કારથી નિકળીને હાઈકોર્ટનાં પરિસરમાં ભાગી ગયાં. અહીં નવાઈની વાત તો એ છે કે હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં બાદ પણ પોલીસે ફવાદની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો.

'કલમ 144નો ભંગ કર્યો નથી'
ફવાદે પોતાની જામીન દરમિયાન હાઈકોર્ટમાં કહ્યું કે તેમણે કલમ 144નો ભંગ કર્યો નથી અને તેઓ વિરોધ પ્રદર્શનમાં પણ શામેલ થયા નથી. PTIનાં નેતાઓને મુક્ત કરવાનો આદેશ જસ્ટિસ મિયાં ગુલ હસન ઔરંગજેબની કોર્ટે અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરતાં આપ્યો હતો. ફવાદની સુનાવણી દરમિયાન તેમના વકીલે કોર્ટમાં કહ્યું કે કોર્ટનાં આદેશની કોપી ન તો આઈજી ઓફીસને આપવામં આવી છે અને ન તો લૉ અધિકારીઓને. તેમણે કહ્યું કે અરજી પર પીટીઆઈ નેતાનું બાયોમેટ્રિક વેરિફિરેશન પણ નથી થયું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ