બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / Fast-Moving California Fire Destroys Homes

અમેરિકા / કેલિફોર્નિયાનું જંગલ ભડકે બળ્યું, દર કલાકે સળગી રહ્યો છે 800 એકરનો વિસ્તાર

Kavan

Last Updated: 06:55 PM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેલિફોર્નિયામાં જંગલોમાં ભયંકર આગ લાગી છે. દર કલાકે 800 એકરનો વિસ્તાર બળીને ખાખ થઈ રહ્યો છે. તો બીજી તરફ, આગની લપેટમાં ફસાયેલા 1 લાખ લોકો પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. આગને પગલે જંગલની આસપાસના વિસ્તારમાં રહેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘર છોડીને સલામત સ્થળે પહોંચી ગયા હતા.

  •  કેલિફોર્નિયામાં જંગલોમાં ભયંકર આગ
  •  800 એકરનો વિસ્તાર બળીને ખાખ
  • આગ પર કાબૂ મેળવવા હેલિકોપ્ટરની લેવાઇ મદદ 

નોંધનીય છે કે, આગની તીવ્રતા એટલી ઝડપી છે કે દર કલાકે 800 એકરનો વિસ્તાર તેની લપેટમાં આવી રહ્યો છે.. અત્યારસુધીમાં સૈન ફર્નાંડો વેલીમાં 7 હજાર 542 એકરનો વિસ્તાર પણ બળીને ખાખ થયો છે. 

આગ પર કાબૂ મેળવવા હેલિકોપ્ટરની મદદ લેવાઇ 

આ આગ લોસ એન્જલસથી માત્ર 32 કિલોમીટર જ દૂર હોવાથી સ્થાનિકો અને તંત્રની ચિંતામાં વધારો થયો છે. તો આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ સહિત હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે. માત્ર 13 ટકા આગ પર જ કાબૂ મેળવાયો છે. 

 કેલિફોર્નિયામાં જંગલોમાં આગ

લોસ એન્જલસ પર બીજી આગનો પણ ખતરો

લોસ એન્જલસ શહેરની પૂર્વીય દિશા તરફ આ આગ ઝડપભેર વધી રહી છે. તેને સેંડલવુડ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 76 ઘર અને ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ 89 વર્ષની એક મહિલાનું આગના કારણે મૃત્યુ થયેલ. અધિકારીઓ પ્રમાણે હજુ ઘણા મકાનો ખાલી કરાવવાના છે.
 

થોડા સમય પહેલા એમેઝોનના જંગલમાં લાગી હતી ભયંકર આગ 

છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત બ્રાઝીલમાં અમેઝોનના જંગલોમાં આટલી ભીષણ આગ લાગી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આ આગને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રાઝીલના ઉત્તર ભાગમાં સ્થિત રાજ્ય રોરૈમા, એક્રે, રોન્ડોનિયા, પારા, માટો ગ્રોસો અને અમેઝોનાસ એનાથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. 

આગની અસર 9 દેશોમાં મળી જોવા 

આગની ઘટનામાં રોરાઇમામાં 141%, એક્રેમાં 138%, રોન્ડોનિયામાં 115% અને અમેઝોનાસમાં 81% વૃદ્ધિ થઇ છે. જ્યારે દક્ષિણમાં મોટો ગ્રોસો ડૂો સૂલમાં 114% વધી છે. બ્રાઝીલમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. આ આગથી નિકળતા ધુમાડાની અસર દક્ષિણ અમેરિકાના 9 દેશોમાં જોવા મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ