બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers' fields of Surendranagar were flooded again

મહેનત પર પાણી / ખેડૂતોના ખેતરમાં ઉનાળે આવ્યું પૂર, અડધી રાતે તાતના હાથમાંથી કોળિયો ઝૂંટવાયો, સુરેન્દ્રનગરના આ વિસ્તારની ઘટના

Dinesh

Last Updated: 11:56 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના લખતરમાં લીલાપૂર અને આદલસર ગામના ખેતરોના પાણી જ પાણી છવાઈ ગયો છે. રાત્રીના અંધારામાં ત્રાટકેલી આ આફતે અનેક ખેડૂતોના હાથમાંથી કોળિયો ઝૂંટવી લીધો છે

  • ખેડૂતોના હાથમાંથી કોળિયો ઝૂંટવાયો
  • જ્યારે જોઈતું હતું ત્યારે પાણી ન આપ્યું
  • હવે પાકના ઢગલા પર પાણી ફેરવી દીધું


આમ તો કેનાલના પાણી ખેડૂતોના પાક માટે જીવતદાન સાબિત થતા હોય છે. પરંતુ ક્યારેક તંત્રની ભૂલના કારણે આ જ કેનાલના પાણી ખેડૂતોના હાથમા આવેલો કોળિયો ઝૂંટવવાનું કામ કરે છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપૂર અને આદલસર ગામના ખેડૂતોની સાથે કંઈક આવું જ બન્યું છે. અહીં મધરાતે ઓવરફ્લો થયેલી કેનાલના પાણીએ ખેડૂતોની મહેનતની કમાણી પર 'પાણી' ફેરવી દીધું છે 

ભૂલ ભરપૂર, ઊનાળે આવ્યું પૂર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપૂર અને આદલસર ગામના ખેતરોના પાણી જ પાણી છે. સિંચાઈ વિભાગની બલિહારી જુઓ કે આજે જ્યારે અનેક ખેતરમો સિંચાઈના પાણીના અભાવે પાક સૂકાઈ રહ્યો છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે નર્મદાની કેનાલમાંથી ઓવરફ્લો થયેલા પાણી આ રીતે વેડફાઈ રહ્યા છે. કદાચ એમનામ જ પાણી વેડફાઈ ગયું હોત તો આટલો ઉહાપોહ ન થયો હોત, પરંતુ ઓવરફ્લો કેનાલે તો અનેક ખેતરોમાં તૈયાર થયેલા એરંડિયાના પાકનું પણ ધોવાણ કરી નાખ્યું છે. રાત્રીના અંધારામાં ત્રાટકેલી આ આફતે અનેક ખેડૂતોના હાથમાંથી કોળિયો ઝૂંટવી લીધો છે.

અડધી રાતે કેનાલ થઈ ઓવરફ્લો
નર્મદા કેનાલ ઓવર ફ્લોએ ખેડૂતોની આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ઢાંકીથી સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ સુધીમાં પાંચ પમ્પિંગ સ્ટેશન આવેલ છે, જેમાં ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી આદલસર પમપિંગ સ્ટેશન વચ્ચે આવેલ એસકેએફ કેનાલ રાત્રીના સમયે  છલકાઈ ગઈ હતી. આ ઘટના ખેડૂતો માટે અણધારી હતી. ખેડૂતો કંઈ સમજે તે પહેલા પાણીનો એટલો પ્રવાહ તેમના ખેતરમાં ઘૂસી ગયો કે, ખેડૂતોની નજર સામે તેમનો તૈયાર થયેલો એરંડિયાનો હજારો મણ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. ભર ઉનાળે ખેતરોમાં ભરેલા આ પાણી એ અડધી રાતે આવેલી ત્રાસદીની કહાની રજૂ કરી રહ્યા છે.

આ નુકસાન કોણ ભરપાઈ કરી આપશે?
આ કોઈ નાનૂ સૂનું નુકસાન નથી. કેનાલ ઓવર ફ્લો થતાં ખેડૂતોને પાકનું નુકસાન તો થયું જ છે, સાથે અનેક કિલોમીટરો સુધી જમીનું ધોવાણ પણ થયું છે. સ્થાનિક લોકોનો અંદાજ મુજબ અંદાજે પાંચ કિલોમીટર સુધી કેનાલ ફ્લોના પાણી ફરી વળ્યા છે અને અવરજવર માટેના અનેક રસ્તા બંધ થઈ ગયા છે. આમ માનવસર્જિત ભૂલના કારણે, આદલસર પમ્પિંગ સ્ટેશન આસપાસના અનેક ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વાર આવ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા હવે નુકસાનીનો સર્વે કરાવીને સહાય ચૂકવવા માટેની માગણી કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું એ રહેશ કે તંત્ર ખેડૂતોની વહારે આવે છે કે કેમ?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ