બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / EPS higher pension epfo clarifies how much you need to pay

કામની ખબર / પેન્શનધારકો માટે ગુડ ન્યુઝ: હવે વધારે પેન્શન માટે આમતેમ નહીં ભટકવું પડે, EPFOએ જાહેર કર્યો પરિપત્ર

Bijal Vyas

Last Updated: 05:15 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં EPFOએ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે, જો તમને વધુ પેન્શન જોઈએ છે તો તમારે તેના માટે શું કરવું પડશે? વાંચો સંપૂર્ણ માહિતી

  • સબ્સ્ક્રાઇબર્સ વધુ પેન્શન મેળવવા માટે 3 મે સુધી અરજી કરી શકશે
  • EPFO ​​એ તેના સબસ્ક્રાઈબર્સને ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવાની તક આપી
  • અરજી રિજેક્ટ કરવામાં આવે તે પહેલા EPFO ​​ચોક્કસપણે તમને એક વાર તક આપે છે

લાખો પેન્શન ધારકો માટે સારા સમાચાર છે. તાજેતરમાં EPFOએ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે, જો તમને વધુ પેન્શન જોઈએ છે તો તમારે તેના માટે શું કરવું પડશે.  ઉલ્લેખનીય છે કે, EPFO ​​એ તેના સબસ્ક્રાઈબર્સને ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવાની તક આપી છે. સબ્સ્ક્રાઇબર્સ વધુ પેન્શન મેળવવા માટે 3 મે સુધી અરજી કરી શકે છે. હવે વધુ પેન્શન માટે લોકોના અનેક પ્રશ્નો છે. જેનો EPFOએ તેના તાજેતરના પરિપત્રમાં જવાબ આપ્યો છે.

લોકોના સવાલોના જવાબ આપવા માટે EPFOએ તેને 3 કેટેગરીના ભાગ કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જો કોઈ પેન્શન માટે સંયુક્ત અરજી ભરે તો શું કરવું? જો હું સંયુક્ત અરજી ફોર્મ ખોટી રીતે ભરું તો શું? જો સંયુક્ત અરજી ફોર્મ નકારવામાં આવે તો શું? EPFOએ આ તમામ સવાલોના જવાબ આપ્યા છે. આવો જાણીએ.

PF પર વધેલા વ્યાજ દરનો લાભ જાણો કોને અને કેવી રીતે મળશે? કંઇક આ રીતે બની  જશે રૂ. 5 કરોડનું ફંડ what is epf and how you will get benefit from this

જોઇન્ટ એપ્લિકેશન ભરી છે તો શું થશે?
પરિપત્ર અનુસાર, જો તમે સંયુક્ત અરજી માટે ઉચ્ચ પેન્શન ભરો છો, તો તમારા વિસ્તારના EPFO ​​ઑફિસવાળા એપ્લિકેશનને વેરિફાઇ કર્યા બાદ તમારી સેલેરી ડિટેલ્સને  EPFO ​​પોર્ટલમાં હાજર વિગતો સાથે ચકાસવામાં આવે છે. જ્યારે વેરિફિકેશન થઈ જશે, EPFO ​​બાકીના પૈસાની તપાસ કરશે, ત્યારબાદ તે તેને ટ્રાન્સફર કરવા અને જમા કરવાનો ઓર્ડર ફોરવર્ડ કરશે અને પછી તમને ઉચ્ચ પેન્શન માટે પસંદ કરવામાં આવશે.

ખોટુ ભરાયુ છે જોઇન્ટ એપ્લિકેશન ફોર્મ?
જો તમે સંયુક્ત અરજી ફોર્મ ખોટી રીતે ભરો છો અને વિગતો મેળ ખાતી નથી, તો આવા કિસ્સામાં EPFO ​​તમને બીજી તક આપે છે. એક મહિનામાં તમારે તમારી સાચી વિગતો EPFOને આપવી પડશે. ડેટા મિસમેચ થવાના કિસ્સામાં, EPFO ​​સબસ્ક્રાઇબરને જાણ કરે છે અને સાચી વિગતો ફરીથી મોકલવા માટે એક મહિનાનો સમય આપે છે.

પેન્શનરો માટે ગુડ ન્યુઝ! EPFO પેન્શન નિયમોમાં થઈ શકે છે ફેરફાર, થશે મોટો  ફાયદો | Good news for pensioners! EPFO pension rules may change, there will  be a big benefit

જોઇન્ટ એપ્લિકેશન રિજેક્ટ થાય તો ?
તમારી અરજી રિજેક્ટ કરવામાં આવે તે પહેલા EPFO ​​ચોક્કસપણે તમને એક વાર તક આપે છે. જેથી કરીને તમે તમારી ભૂલો સુધારી શકો અને ફરીથી અરજી માટે અરજી કરી શકો. બીજી તરફ, જો તમે એક મહિનામાં સાચી માહિતી નથી આપતા, તો EPFO ​​પોતે તમારા એમ્પ્લોયર પાસેથી સાચી માહિતી મેળવી શકે છે અને તે સાચી થયા પછી, તમારી અરજી સ્વીકારવામાં આવે છે. જો તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ખોટી સાબિત થશે તો અરજી રિજેક્ટ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ