કોઈ વખત અચાનક પૈસાની જરૂર આવી જાય તો નોકરી કરતાં લોકો પોતાના પીએફ ખાતામાંથી એડવાન્સ તરીકે પૈસા ઉપાડી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે..
આજના સમયમાં જો કોઈ પણ કામ કરવું હોય તો લગભગ દરેક કામ માટે પૈસાની જરૂર પડે છે. ઘરે રાશન લાવવાથી લઈને જરૂરની દરેક વસ્તુઓ ખરીદવા વગેરે વસ્તુ ખરીદવા માટે પૈસા હોવા જરૂરી છે. પૈસા કમાવવા માટે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કામ કે નોકરી કરે છે પણ કોઈ વખત અચાનક પૈસાની જરૂર આવી જાય તો નોકરી કરતાં લોકો પોતાના પીએફ ખાતામાંથી એડવાન્સ તરીકે પૈસા ઉપાડી શકે છે. અહિયા સૌથી સારી વાત એ છે કે આ પૈસા તમારા બેંક ખાતામાં 72 કલાકમાં આવી જાય છે. તો ચાલો જાણીએ કે તે કેવી રીતે પીએફ ખાતામાંથી એડવાન્સ પૈસા ઉપાડી શકાય છે.
72 કલાકની અંદર એકાઉન્ટમાં આવી જશે પૈસા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા કોરોના મહામારીના સમયગાળાને કારણે નોકરી કરતા લોકોને એ સુવિધા આપવામાં આવી હતી કે તેઓ તેમના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે એડવાન્સ વિકલ્પ પસંદ કરી શકે છે અને 72 કલાકમાં પૈસા એમના ખાતામાં આવી જાય છે. ચાલો જાણીએ કેવી રીતે
એડવાન્સ પૈસા ઉપાડવાની રીત
સ્ટેપ 1
જો તમને પણ અચાનક પૈસાની જરૂર પડે તો તમે તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે EPFOની સત્તાવાર વેબસાઇટ unifiedportal-mem.epfindia.gov.in/memberinterface પર જવું પડશે.
સ્ટેપ 2
વેબસાઇટ પર તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કર. એ બાદ 'ઓનલાઈન સર્વિસ ફોર્મ 31, 19, 10C અને 10D' વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારા પીએફ ખાતા સાથે જોડાયેલા બેંક ખાતાનો એકાઉન્ટ નંબર દાખલ કરીને તેને વેરિફાય કરો.
સ્ટેપ 3
વેરીફાય થયા પછી 'સર્ટિફિકેટ ઑફ અંડરટેકિંગ' પર ક્લિક કરો અને 'પ્રોસિડ ફોર ઓનલાઈન ક્લેમ' પસંદ કરો. એ પછી 'કોવિડ એડવાન્સ' વિકલ્પ પસંદ કરો અને તમારું સંપૂર્ણ સરનામું ભરો. હવે પાસબુક અથવા ચેકબુકની સ્કેન કરેલી કોપી જોડો અને નિયમો અને શરતો પર ક્લિક કરો અને મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો અને સબમિટ કરી દો.