બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 04:17 PM, 21 February 2024
ઋતુરાજ સિંહના નિધનની ખબર બાદ વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ ટીવી એક્ટ્રેસ સંભાવના સેઠની માતાનું નિધન થયું છે. આ વાતની જાણકારી સંભાવનાએ પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી છે. આ પોસ્ટ અનુસાર એક્ટ્રેસની માતાનું નિધન 20 ફેબ્રુઆરીએ સાંજે થયું છે.
ADVERTISEMENT
સંભાવના પર તૂટ્યો દુઃખોનો પહાડ
સંભાવનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં લખ્યું- "ભારે હૈયે તમને બધાને આ વાત જણાવવા માંગું છું કે સંભાવનાની માતાનું કાલે સાંજે 7.30 વાગ્યે નિધન થઈ ગયું છે. તેમનું આ દુનિયામાંથી જવું અમારા માટે કેટલું તકલીફ આપનારૂ છે એ તમને શબ્દોમાં નહીં જણાવી શકીએ. તમે તેમને પ્રાર્થનામાં જરૂર યાદ રાખજો. અવિનાશ."
ADVERTISEMENT
સંભાવનાની માતાના નિધનની ખબરે ફેંસને દુખી કરી દીધા છે. લોકો સોશિયલ મીડિયા પર એક્ટ્રેસને આ મુશ્કેલ ઘડીમાં સાંત્વના આપી રહ્યા છે.
સેલેબ્સે કરી આ કમેન્ટ
સંભાવના ટીવી, ભોજપુરી ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટો ચહેરો છે. એક્ટ્રેસની આ મુશ્કેલ ઘડીમાં ફેંસ અને સેલેબ્સ એક્ટ્રસનો સાથ આપી રહ્યા છે. ગોહર ખાને કમેન્ટ કર્યું- "તને સ્ટ્રેન્થ મોકલી રહી છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે." મોનાલિસાએ લખ્યું- "મજબૂત રહેજે સંભાવના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.