બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / employee attempt to ends life after continuous harassment by shop owner in ahmedabad

અરેરાટી / અમદાવાદ : મરી જાવને તો દુકાનમાં જગ્યા થાય કહીને માલિક ટોર્ચર કરતા કર્મીએ ભર્યું ચોંકાવનારું પગલું

Kavan

Last Updated: 03:15 PM, 9 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના શિવરંજની ચાર રસ્તા પર આવેલ દીપકલા જંક્શન નામના સાડીઓના શો-રૂમના માલિકના ત્રાસથી એક કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

  • દીપકલા જંકશનના માલિક સામે ફરિયાદ
  • પ્રદીપ શાહ સામે ફરિયાદ નોંધાઇ
  • કનુભાઇ નામના કર્મીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ

શો-રૂમના માલિક કર્મચારીને તમારાથી કામ ન થતું હોય તો પછી શા માટે ધરતી પર ભાર બનીને જીવો છો, મરી જાવને તો મારી દુકાનમાં જગ્યા થાય એમ કહી ટોર્ચર કરતા હતા.

દીપકલાના માલિક વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ

ખોખરા વિસ્તારમાં આવેલ હરિદર્શનપાર્ક કર્ણાવતીમાં રહેતા કનુભાઈ પ્રજાપતિએ દીપકલાના માલિક પ્રદીપ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કનુભાઈ છેલ્લાં સાતેક વર્ષથી શિવરંજની ચાર રસ્તા પર આવેલ દીપકલા જંક્શન નામના સાડીના શો-રૂમમાં નોકરી કરે છે. છેલ્લા બે મહિનાથી શો-રૂમના માલિક પ્રદીપ શાહ કનુભાઈને કોઈ પણ કારણસર  ટાર્ગેટ કરી હેરાન- પરેશાન કરતા હતા. 

પ૦ ટકા પગાર કાપી લેતા હોવાની કર્મચારીએ કરી વાત 

ફરિયાદમાં જણાવ્યા મુજબ કનુભાઈ જો પાંચ મિનિટ નોકરીના સમયમાં મોડા પહોંચતા તો તેમનો ૨૫ ટકા પગાર અને જો નોકરી પર પહોંચવામાં વધુ મોડું થાય તો પ૦ ટકા પગાર કાપી લેતા હતા, જ્યારે શનિવાર અને રવિવાર ફરજિયાત આવવા માટે પ્રદીપભાઈ કહેતા હતા અને જો ના આવે તો સોમવારે નોકરી પર હાજર ગણતા નહિ અને જાવ રજા ભોગવો એમ કહી ગેરહાજર ગણતા હતા.

ગળાની ડાબી બાજુના ભાગે બ્લેડના ઘા માર્યા 

પ્રદીપભાઈએ કનુભાઇને કહ્યું હતું કે તારે નોકરી કરવી હોય તો કર, મારે તારી કોઈ જરૂર નથી, તું બધાંનો નેતા ના બનતો, નહીં તો તારું જીવવું ભારે કરી દઈશ, હું કોણ છું તેનું તને ભાન નથી, મારી ઊંચી ઊંચી લાગવગ છે. આમ, વારંવાર બધાંની વચ્ચે અપમાન થયું હોવાથી કનુભાઈ લાગી આવતાં ૨૫ ફેબ્રુઆરીએ મોડી રાતે સ્યૂસાઇડ નોટ લખી નારોલ-નરોડા હાઇવે સામે એક્સપ્રેસ હાઇવેના ઝીરો પોઈન્ટ બગીચામાં ગયા હતા, જ્યાં કનુભાઇએ  તેમના હાથ-પગ અને ગળાની ડાબી બાજુના ભાગે બ્લેડના ઘા મારી દીધા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

પોલીસે હાથ ધરી તપાસ 

કનુભાઈ લોહીલુહાણ હાલતમાં જ બેભાન થઇ જતાં તેમને આસપાસના લોકો દ્વારા તાત્કા‌િલક સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર હાલ ચાલી રહી છે. સારવાર દરમિયાન સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે આ મામલે પ્રદીપ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ