બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Emerging Asia Cup Pakistan won the final match played at Colombo

Emerging Asia Cup / ભારતનું ઈમર્જિંગ એશિયા કપ જીતવાનું સપનું થયું ચકનાચૂર, પાકિસ્તાને ફરી મારી બાજી, જીતનું કારણ પણ જાણજો

Kishor

Last Updated: 10:59 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇમર્જિંગ એશિયા કપ 2023માં ભારતીય ટીમને ફાઇનલમાં પાકિસ્તાનની હાથે 128 અને હાર ભોગવવાનો વારો આવ્યો હતો.

  • ભારતનું ઇમર્જિંગ એશિયા કપ 2023 જીતવાનું સપનું ભાંગીને ભુક્કો
  • કોલંબો ખાતે રમાયેલ ફાઇનલ મેચમાં પાકિસ્તાનની જીત
  • ભારતીયની ટીમે 40 ઓવરમાં માત્ર 224 રન જ બનાવી શકી

ભારતનું ઇમર્જિંગ એશિયા કપ 2023 જીતવાનું સપનું ભાંગીને ભુક્કો થયું છે. ભારતીય ટીમને ફાઇનલમાં પાકિસ્તાનની હાથે 128 અને હાર ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે પાકિસ્તાન આ ખિતાબું પોતાને નામ કરવામાં સફળ રહ્યું છે. કોલંબો ખાતે રમાયેલ ફાઇનલ મેચમાં પાકિસ્તાનને ભારતને 353 નો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જેને પાર કરવા ઉતરેલી ભારતીય ની ટીમે 40 ઓવરમાં માત્ર 224 રન જ બનાવી શકી હતી.

ઇનિંગ્સની વાત કરવામાં આવે તો ભારતના ઓપનર અભિષેખ શર્માએ 61 બનાવ્યા હતા જ્યારે કેપ્ટન યસ ધુલે ૩૯ અને સાઈ સુંદર્શને 29 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અન્ય ખેલાડીઓને 15 નો આંકડો પાર કરવામાં પણ મોઢે ફિણ આવી ગયા હતા. બીજી બાજુ પાકિસ્તાન માટે સૂફીયાન મુકિને 3 વિકેટ જ્યારે અરસદ ઈકાબલ તથા મુબાસીર ખાને બે બે વિકેટ લીધી હતી.


નોંધનીય છે કે પાકિસ્તાની ટીમે પ્રથમ બેટિંગ લઈ 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 352 રનનો જંગી ટાર્ગેટ બનાવ્યો હતો. જેમાં તયયબ તાહિરે 71 બોલમાં 108 રન કર્યા હતા. 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પરિણામે ભારતીય ટીમને વિશાળ લક્ષ્ય મળતા તેમાં ભારતીય ટીમને સફળતાથી ઘણું છેટું રહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ