બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Eight trucks left Jamnagar and Chandrayaan-3 was ready

ગૌરવ / આઠ ટ્રકો જામનગરથી રવાના થયા અને ચંદ્રયાન-3 તૈયાર: 30 લોકોએ આઠ મહિના સુધી કરી હતી મહેનત

Priyakant

Last Updated: 03:23 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan-3 Launch News: ચંદ્રયાન-3માં કાસ્ટીંગ બોડી બનવાનું મશીન જામનગર ખાતે બન્યું, 3 કરોડનું મશીન 8 ટ્રકો દ્વારા મોકલવામાં આવ્યું હતું

  • ચંદ્રયાન-3નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ 
  • ચંદ્રયાન-3 મિશનમાં જામનગરનો મહત્વનો ફાળો
  • કાસ્ટીંગ બોડી બનવાનું મશીન જામનગર ખાતે બન્યું
  • 3 કરોડનું મશીન 8 ટ્રકો દ્વારા મોકલવામાં આવ્યું હતું
  • મશીન બનાવવામાં લાગ્યો હતો 8 મહિના જેટલો સમય

ભારતે ગઇકાલે અંતરીક્ષમાં ઇતિહાસ રચી દીધો છે. શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 સફળતાંપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. પણ શું તમે જાણો છો  ચંદ્રયાન-3માં ગુજરાતનો પણ મોટો ફાળો છે. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-3માં કાસ્ટીંગ બોડી બનવાનું મશીન જામનગર ખાતે બન્યું છે. વિગતો મુજબ આ મશીનને બનાવવામાં 8 મહિના જેટલો સમય લાગ્યો હતો. 

જામનગરના હાલાર માટે ગૌરવ વાત
જામનગરના અલિયાબાડા ગામ ખાતે ગીતા એન્જિનિયરિંગમાં કાસ્ટીંગ બોડી બનવાનું મશીનના પાર્ટ બનાવવામાં આવ્યા હતા. ચંદ્રયાન-3 બનાવામાં જામનગરનો મહત્વનો ફાળો છે. કાસ્ટીંગ બોડી બનવાનું મશીન કે જે જામનગર બન્યું તેને બનાવવામાં 8 મહિના જેટલો સમય લાગ્યો હતી. આ સાથે આ કામગીરીમાં 30 જેટલા લોકો જોડાયા હતા. 

 

8 ટ્રકો જામનગરથી રવાના થયા અને ચંદ્રયાન-3 તૈયાર
ગુજરાતના જામનગર જિલ્લાના અલિયાબાડા ગામ ખાતે ગીતા એન્જિનિયરિંગમાં કાસ્ટીંગ બોડી બનવાનું મશીન 8 મહિનાને અંતે તૈયાર થયું હતું. આ મશીન બનાવવા પાછળ અંદાજિત 3 કરોડનો ખર્ચ થયો હતો. આ સાથે આ મશીન 8 ટ્રકો દ્વારા મોકલવામાં આવ્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ