બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:50 AM, 21 September 2023
ADVERTISEMENT
ગણેશ ચતુર્થીના 4 દિવસ દુર્વાષ્ટમીનું વ્રત હોય છે. જે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આઠમે આવે છે. આ વખતે આ વ્રત 22 સપ્ટેમ્બરે આવશે. આ દિવસે ધરો ચડાવીને ગણેશજીની ખાસ પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
માન્યતા છે કે આ દિવસે ધરો ચડાવી ગણેશ પૂજા કરવાથી દરેક પ્રકરાની મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પુરી થાય છે. પૌરાણીક કથા અનુસાર ગણેશજીએ અલનાસુર રાક્ષસને માર્યો હતો અને તેના બાદથી તેમને ધરો ચડાવવામાં આવે છે. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.
પૌરાણીક કથા
ગણેશજીને ધરો ચડાવવા પાછળ અનલાસુર નામના અસુરની કથા જોડાયેલી છે. કથા અનુસાર અનલાસુરના આતંકના કારણે બધા દેવતા અને પૃથ્વીના બધા મનુષ્યો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. દેવરાજ ઈંદ્ર, અન્ય દેવતા અને પ્રમુખ ઋષિ-મુનિ મહાદેવની પાસે પહોંચે છે. શિવજીએ જણાવ્યું કે આ કામ ફક્ત ગણેશજી જ કરી શકે છે. ત્યાર બાદ બધા દેવતા અને ઋષિ-મુનિ ભગવાન ગણેશની પાસે પહોંચ્યા.
દેવતાઓની પ્રાર્થના સાંભળીને ગણપતિ અનલાસુર પાસે યુદ્ધ કરવા માટે પહોંચ્યા. ઘણા સમય થયો પરંતુ અનલાસુરને પરાજીત ન કરી શકાયો. ત્યારે ભગવાન ગણેશ તેમને પકડીને ગળી ગયા. ત્યાર બાદ ગણેશજીના પેટમાં ખૂબ બળતરા થવા લાગી.
જ્યારે કશ્યપ ઋષિએ ધરોની 21 ગાંઠો બનાવીને ગણેશજીને ખાવા આપી. ત્યારે તેમના પેટમાં બળતરા શાંત થઈ. ત્યારથી ભગવાન ગણેશને ધરો ચડાવવાની પરંપરા શરૂ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.