બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / DRI's major operation in Ahmedabad 2 accused arrested with Rs 60 crore heroin Drugs

હેરાફેરી / DRIની મોટી કાર્યવાહીઃ જો આ કામ ન થયું હોત તો કેન્યાનું 60 કરોડનું હેરોઇન અમદાવાદ શહેરમાં ઘુસી જાત

Vishnu

Last Updated: 10:08 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પેંતરા સતત સામે આવતા હોય છે, તેવામાં મોટી માત્રામાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર અસફળ રહ્યુ છે.

  • અમદાવાદથી 60 કરોડનુ ડ્રગ ઝડપાયુ
  • DRIએ 2 આરોપીને ઝડપ્યા
  • મેડિકલ વિઝા પર આવેલ શખ્સોની ધરપકડ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તમામ મહાનગરોમાં ડ્રગ્સનું દૂષણ મોટાપાયે વધતું જઈ રહ્યું છે.આથી ગુજરાત પોલીસ અને DRI દ્વારા ડ્રગ્સ અને તેના સપ્લાયરને ઝડપી લેવા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે અદાણી સંચાલીત અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં DRIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.  60 કરોડના હેરોઇન સાથે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે.બેગમાં સ્પેશિયલ ખાનું બનાવીને કેન્યાથી ડ્રગ્સ લઈ બંને આરોપીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.બન્ને ઈસમો મેડિકલ વિઝા પર ગુજરાત આવ્યા હતા.

કઈ રીતે DRIને મળી સફળતા?
પ્રાથમિક માહિતી મુજબ અધિકારીઓને ડ્રગ્સ એરપોર્ટ મારફતે ઘૂસાડવામાં આવશે તેવા ઈનપુટ મળ્યા હતા. જે બાદ કેન્યાથી બે ઈસમોને ઝડપવા અમદાવાદ એરપોર્ટ ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી.  મોડી રાત્રે એરપોર્ટ પર કેન્યાની ફ્લાઈટ ઉતરી હતી અને અગાઉ મળેલી બાતમીને આધારે બે મુસાફરોને માદક પદાર્થો સાથે પકડી પાડ્યા હતા. જેમાં એક મહિલા અને એક યુવક આરોપી છે. પ્રથમ વખત ચકાસણી દરમિયાન એનડીપીએસ ડ્રગ હેરોઇન મળી આવ્યું હતું અને વધુ તપાસમાં પ્લાસ્ટિકની થેલીઓમાંથી કુલ 8.5 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું જેથી બજાર કિમત 60 કરોડ રૂપિયા આંકી શકાય. 

બેગમાં સ્પેશિયલ ખાનું બનાવીને લાવી રહ્યા હતા ડ્રગ્સ
આ દૂષણ દેશમાં અને ગુજરાતમાં ઘૂસાડવા ડ્રગ્સ પેડલરો અનેક અવનવા કિમિયા અપનાવતા હોય છે. આરોપીઓએ કેન્યાથી એરપોર્ટ પરથી ડ્રગ્સ અંદર ઘૂસાડવા બેગમાં સ્પેશિયલ ખાનાનો ઉપયોગ કર્યો હતો. ખાલી થેલીઓમાં વણજોઈતું વજન હતું અને તે બેગની અંદર ખોટું પોલાણ હતું. બેગ ફાડી ચકાસણી કરતાં દાણા-પાઉડર સાથેના આઠ પ્લાસ્ટિક પેકિંગ છૂપાયેલા હતા. જેને હાજર સાક્ષીઓની સામે ખૂલવામાં આવ્યા હતા અને તપાસ અર્થે તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા જેમાં હેરોઇન ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું. આરોપીઓને સાથે ડ્રગ્સના જથ્થાને પકડી ડ્રગ્સ એનડીપીએસ એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ મેડિકલ સારવારના મુલાકાતના બહાને ભારત અને ગુજરાતની મુલાકાતે આવેલા બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ