બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Dream of becoming a doctor! How do poor-middle class students become doctors? Why afford a fee hike of 70 to 90 percent?

મહામંથન / ડૉક્ટર બનવું સ્વપ્ન.! ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ડૉક્ટર કેવી રીતે બનશે? 70થી 90 ટકા સુધીનો ફી વધારો કેમ પોષાય?

Vishal Khamar

Last Updated: 10:34 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં ફી વધારો કરાયો છે. ત્યારે રાજ્યની 13 જીએમઈઆરએસ કોલેજોમાં આ વર્ષથી જ ફી વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. આ ફી વધારો મધ્યમવર્ગનાં વિદ્યાર્થીઓને કેવી રીતે પોષાશે. ત્યારે હવે ગરીબ-મધ્યમવર્ગ માટે ર્ડાક્ટર બનવું સ્વપ્ન જ રહી જશે.

છેલ્લા અઢી દાયકાની વાત કરીએ તો ગુજરાતમાં વિવિધ અભ્યાસક્રમની ભરમારની વચ્ચે મેડિકલના અભ્યાસક્રમનો ક્રેઝ કંઈક અલગ જ રહ્યો છે. સરેરાશ મા-બાપ પોતાના મનના કોઈ એક ખૂણે એવુ સ્વપ્ન પાળીને ચોક્કસ બેઠા હોય છે કે તેમનું સંતાન ભણી-ગણીને ડૉક્ટર બને અને નામ કમાય. સમય જતા ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યા અને મેડિકલની સીટની સંખ્યા પણ વધી. કોલેજ અને સીટના વધારાની સાથે-સાથે હવે વાલીઓને ફી વધારો પણ જોવાનો વખત આવ્યો છે. સરકારે GMERS અંતર્ગત આવતી 13 કોલેજમાં ફી વધારો કર્યો છે.. આ ફી વધારો 5 કે 10 ટકાનો નહીં પણ 70 થી 90 ટકા જેટલો છે. અધૂરામા પુરુ વિદ્યાર્થીઓએ જયારે રજીસ્ટ્રેશન અને તેની ફી ચુકવી દીધી છે એ પછી અચાનક જ સર્ક્યુલર આવ્યો અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં ફી વધારો કરી દેવામાં આવ્યો. સ્વભાવિક છે કે નિમ્ન કે મધ્યમવર્ગનો વાલી હોય તેના માટે રાતોરાત એકસાથે મોટી રકમની વ્યવસ્થા કરવી લગભગ અશક્ય હોય. 

ફી વધારાના વિરોધના ભાગરૂપે વાલીઓએ ગાંધીનગર સુધી રજૂઆત પણ કરી પરંતુ એકંદરે સરકાર વિવિધ તર્ક આગળ ધરીને હાલ તો ફી ઘટાડો નહીં થાય એવા સંકેત આપી રહી છે. વિચારવાનો મુદ્દો એ છે કે જે વાલી એવી આશા રાખીને બેઠો હોય કે મારે વાર્ષિક 3 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે તેની જગ્યાએ અચાનક જ ખબર પડે કે હવે એ જ વાલીએ વાર્ષિક 5 લાખ કે તેથી વધુ રકમની વ્યવસ્થા પોતાના વ્હાલસોયા માટે કરવી પડશે તો એ વાલી શું કરે?. જે કોલેજમાં ફી વધારો થયો હોય તે કોલેજ સિવાય બીજી એવી કોઈપણ કોલેજ આસપાસ ન હોય તો વિદ્યાર્થી અને વાલીની સ્થિતિ શું થાય, સરકારી કોલેજના વિવિધ ક્વોટામાં જો અસહ્ય ફી હશે તો શું હવે એ સમય આવશે કે ગરીબ અથવા મધ્યમવર્ગના વિદ્યાર્થી માટે ડૉક્ટર બનવું લગભગ અશક્ય થઈ જશે?

  • તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં વર્ષ 2023-2024માં ફી વધારો કરાયો
  • રાજ્યની 13 GMERS કોલેજમાં આ વર્ષથી ફી વધારો લાગુ થશે
  • આ ફી વધારો એટલો છે કે ગરીબ કે મધ્યમવર્ગના વિદ્યાર્થીને પોષાય નહીં

તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં વર્ષ 2023-2024માં ફી વધારો કરાયો છે.  રાજ્યની 13 GMERS કોલેજમાં આ વર્ષથી ફી વધારો લાગુ થશે.  આ ફી વધારો એટલો છે કે ગરીબ કે મધ્યમવર્ગના વિદ્યાર્થીને પોષાય નહીં. સરકારી અને મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય ફી વધારો હોવાનો સૂર છે.  ધારાસભ્ય કિરીટ પટેલે સરકારને ફી વધારા અંગે પત્ર લખ્યો છે.  કિરીટ પટેલે ફી વધારો પરત ખેંચવા રજૂઆત કરી છે.  રાજ્યના અનેક વાલીઓએ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે. 

કેટલા ટકા ફી વધારો કરાયો? 

સરકારી ક્વોટા
66% વધારો
 
મેનેજમેન્ટ ક્વોટા

88% વધારો

આ ફી વધારો કેમ પોષાય? 

સ્ટેટ ક્વોટા  
પહેલા કેટલી ફી? 3.30 લાખ
હવે કેટલી ફી? 5.50 લાખ
   
મેનેજમેન્ટ ક્વોટા  
પહેલા કેટલી ફી? 9 લાખ
હવે કેટલી ફી? 17 લાખ
   
NRI ક્વોટા  
પહેલા કેટલી ફી? 18 લાખ રૂપિયા
હવે કેટલી ફી? 20 લાખ રૂપિયા

GMERSની કઈ કોલેજની ફી મંજૂર? 

સોલા
ગોત્રી
ગાંધીનગર
પાટણ
હિંમતનગર
જૂનાગઢ
વડનગર
વલસાડ
મોરબી
પોરબંદર
નવસારી
રાજપીપળા
ગોધરા

નવી ખાનગી કોલેજની ફી વધી 

સ્વામિનારાયણ કોલેજ, કલોલ  
સરકારી ક્વોટા 8.25 લાખ
મેનેજમેન્ટ ક્વોટા 15.75 લાખ
   
SAL કોલેજ  
સરકારી ક્વોટા 8.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા 16 લાખ
   
અનન્યા કોલેજ, કલોલ  
સરકારી ક્વોટા 8.25 લાખ
મેનેજમેન્ટ ક્વોટા 15.75 લાખ
   
કિરણ કોલેજ, સુરત  
સરકારી ક્વોટા 8.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા 16 લાખ
   
ઝાયડસ કોલેજ, દાહોદ  
સરકારી ક્વોટા 15.97 લાખ
મેનેજમેન્ટ ક્વોટા 25.40 લાખ
  • ફી વધારો અચાનક કરવામાં આવ્યો
  • વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન શરૂ કર્યા બાદ ફી વધારો થયો
  • સામાન્ય પરિસ્થિતિ ધરાવતી વ્યક્તિ રાતોરાત મોટી રકમની વ્યવસ્થા ન કરી શકે
  • સરકારી ક્વોટાની 85% સીટ હતી જેમાં 10%નો ઘટાડો કરવામાં આવ્યો 

વાલીઓની રજૂઆત શું છે?
ફી વધારો અચાનક કરવામાં આવ્યો છે.  વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન શરૂ કર્યા બાદ ફી વધારો થયો.  સામાન્ય પરિસ્થિતિ ધરાવતી વ્યક્તિ રાતોરાત મોટી રકમની વ્યવસ્થા ન કરી શકે. સરકારી ક્વોટાની 85% સીટ હતી જેમાં 10%નો ઘટાડો કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને લગભગ 210 જેટલી બેઠકોનું નુકસાન ગયું.  10% બેઠક મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ ગઈ. ઓછા સમયમાં લોનની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ છે.  

  • GMERS અંતર્ગત 300 બેઠકોથી શરૂઆત થઈ હતી
  • આજે GMERSની 2 હજાર 100 બેઠક છે
  • 1 હજાર 439 વિદ્યાર્થીઓને MYSY હેઠળ નાણાકીય સહાય મળે છે
  • 346 વિદ્યાર્થી એવા છે જેને આવકમર્યાદાનો લાભ મળતો નથી

સરકારનો તર્ક શું છે?
GMERS અંતર્ગત 300 બેઠકોથી શરૂઆત થઈ હતી.  આજે GMERSની 2 હજાર 100 બેઠક છે. 1 હજાર 439 વિદ્યાર્થીઓને MYSY હેઠળ નાણાકીય સહાય મળે છે. 346 વિદ્યાર્થી એવા છે જેને આવકમર્યાદાનો લાભ મળતો નથી. વિદ્યાર્થી માટે બેંક લોનની પણ સગવડ કરવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ તાલિમ સમયે 18 હજારનું સ્ટાઈપેન્ડ અપાય છે. નિવાસી તબીબને 84 હજારનું સ્ટાઈપેન્ડ અપાય છે. બાકીની કોલેજમાં 2018 થી 5.5 લાખ કે તેથી વધુ ફી લેવાય છે. તમામ કોલેજમાં સૌથી ઓછી ફી GMERSની છે. સરકારને આ ફી વધારાથી 59 કરોડ જેટલી જ આવક થશે. સરકારે GMERS કોલેજના સંચાલન માટે 8 હજાર 500 કરોડનો ખર્ચ કર્યો છે. આજે પણ GMERSના સંચાલન માટે 80% ખર્ચ રાજ્ય સરકાર કરે છે. વિદ્યાર્થીની ફી દ્વારા સરકારને 1 હજાર 946 કરોડ રૂપિયા જ મળ્યા છે. 

ક્યા ક્વોટામાં કેટલી બેઠક?

સરકારી ક્વોટા
1575
 
મેનેજમેન્ટ ક્વોટા
210
 
NRI ક્વોટા
315

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ