બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Don't worry if the account is empty, you can get 10 thousand rupees in this way in an emergency

તમારા કામનું / એકાઉન્ટ ખાલીખમ હોય તો ચિંતા નહીં, ઈમરજન્સીમાં આવી રીતે મેળવી શકો છો 10 હજાર રૂપિયા, બેંક જવાની જરૂર નથી

Priyakant

Last Updated: 02:13 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Overdraft Latest News: મુશ્કેલીના સમયે  ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તે 10,000 રૂપિયા ઉપાડી શકાય છે, જાણો કઈ રીતે ?

  • બેંક એકાઉન્ટ હોય તો તમને આ રીતે મળી શકે છે 10 હજાર રૂપિયા
  • એકાઉન્ટ ખાલીખમ હોય તો પણ ઈમરજન્સીમાં આવી રીતે મેળવી શકો છો 10 હજાર 
  • આ માટે તમારે બેંકમાં જઈને ફોર્મ ભરવાની કે રાહ જોવાની જરૂર નથી

Bank Overdraft : જો તમે નવું બેંક ખાતું ખોલાવવા જઈ રહ્યા છો, તો ચોક્કસપણે પૂછો કે શું તમને તેના પર ઓવરડ્રાફ્ટની સુવિધા મળી રહી છે. આ સાથે જો તમારી પાસે પહેલેથી ખાતું હોય તો પણ તમારી બેંકમાંથી તેના વિશે પૂછપરછ કરો. મુશ્કેલીના સમયે ઓવરડ્રાફ્ટ અથવા OD સુવિધા તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. જે લોકો પાસે જન ધન ખાતું છે તેમને આ સુવિધા મળે છે. આજે આપણે જાણીશું ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે અને તે કેવી રીતે મેળવવી ? 

ઓવરડ્રાફ્ટ એક પ્રકારની લોન છે જે બેંક તમને ઓફર કરે છે. જો કે તેની ખાસ વાત એ છે કે, આ માટે તમારે બેંકમાં જઈને ફોર્મ ભરવાની કે રાહ જોવાની જરૂર નથી. તમને ત્વરિત OD (ઓવરડ્રાફ્ટ) સુવિધા મળે છે. તમે કોઈપણ ATMમાંથી પૈસા ઉપાડી શકો છો. જોકે તમને કેટલા પૈસા મળશે તે અગાઉથી નક્કી કરવામાં આવે છે.

શું છે ઓવરડ્રાફ્ટ (OD)ના નિયમો  ? 
દરેક બેંક ઓવરડ્રાફ્ટ (OD) ની રકમ અલગ રીતે નક્કી કરી શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈની પાસે જન ધન ખાતું છે, તો તેને ઓવરડ્રાફ્ટ (OD) હેઠળ 10,000 રૂપિયા મળી શકે છે. તે વ્યક્તિ આ પૈસા સીધા ATMમાંથી ઉપાડી શકે છે. ઓવરડ્રાફ્ટ હેઠળ પૈસા ઉપાડવા માટે તમારા ખાતામાં પૈસા રાખવાની જરૂર નથી. જો જન ધન ખાતું ધરાવનાર વ્યક્તિના ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તે 10,000 રૂપિયા ઉપાડી શકે છે. ત્યારબાદ તેણે આ રકમ વ્યાજ સહિત પરત કરવાની રહેશે. નોંધનીય છે કે, ઓવરડ્રાફ્ટ (OD) માત્ર રૂ. 10,000 માટે નથી. ઘણી બેંકો આ રકમ કરતાં વધુ માટે ઓવરડ્રાફ્ટ (OD) એકાઉન્ટ ઓફર કરે છે. પરંતુ તમારે તે ખાતાઓમાં મિનિમમ બેલેન્સ જાળવવાનું પણ ધ્યાન રાખવું પડશે.

વધુ વાંચો: ગમે તેટલી મહેનત કરો, તોય પૈસા નથી બચતા? તો આજથી જ આ ટિપ્સ ફૉલો કરો, થશે જોરદાર સેવિંગ

ઓવરડ્રાફ્ટ (OD) પર કેટલું હશે વ્યાજ ? 
જન ધન ખાતા પર મળેલ ઓવરડ્રાફ્ટ (OD) પરનું વ્યાજ 2 થી 12 ટકાની વચ્ચે હોઈ શકે છે. તે વિવિધ બેંકો પર નિર્ભર રહેશે પરંતુ વ્યાજ 12 ટકાથી વધુ નહીં હોય. જો બેંકની ઓવરડ્રાફ્ટ (OD) સુવિધા 50,000 રૂપિયા છે અને ગ્રાહકે તેમાંથી 10,000 રૂપિયા ઉપાડી લીધા છે, તો માત્ર 10,000 રૂપિયા પર વ્યાજ લેવામાં આવશે, 50,000 રૂપિયા પર નહીં. કટોકટીની પરિસ્થિતિઓમાં જ ઓવરડ્રાફ્ટ (OD)નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ