બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Does and Donts during navratri 2019 pooja

નવરાત્રિ 2019 / મા ભવાનીને પ્રસન્ન કરવા છે, તો નવરાત્રિમાં ભૂલથી પણ ન કરશો આ કામ

Bhushita

Last Updated: 09:29 AM, 27 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિમાં મા ભવાનીની પૂજા હંમેશા નિયમો સાથે કરવાનું માનવામાં આવ્યું છે. નવરાત્રિમાં માતાની પૂજા કરતી સમયે કેટલીક નાની વાતોનું પણ ખાસ ધ્યાન રાખવાનું રહે છે. જો 9 દિવસની પૂજામાં કોઈ ભૂલ થશે તો તેનું ફળ સરળતાથી મળશે નહીં. નવરાત્રિની પૂજામાં જાણો કયા કામ કરવા અને કયા કામ ટાળવા.

  • નવરાત્રિની પૂજામાં ન કરો આ ભૂલ
  • નવરાત્રિ પૂજા સમયે અચૂક કરો આ કામ
  • મા ભવાની થશે પ્રસન્ન, થશે ઈચ્છાઓ પૂરી
  • મા ભવાનીની પૂજામાં માન્યતાઓને આપો મહત્વ

રાખો આ વાતોનું ધ્યાન

નવરાત્રિની પૂજા કરતી સમયે વિશેષ ધ્યાન આપવાની જરૂર રહે છે. ધ્યાન રાખો કે આ 9 દિવસોમાં માતારાણીને પૂજામાં લાલ રંગના ફૂલ અવશ્ય પધરાવો. માતાજીને લાલ રંગના વસ્ત્રો પહેરાવો અને લાલ રંગના પરિધાન પોતે પણ ધારણ કરો. માતાને નિયમિત રૂપે ભોગ ધરાવો અને ઘરની દરેક વ્યક્તિને પ્રસાદ આપો. આ સિવાય જમવામાં સિંધવ મીઠાનો પ્રયોગ કરો.


લાલ રંગ છે માને પ્રિય

માને લાલ રંગ પ્રિય છે તો તેમના આસન અને વસ્ત્રનો કલર લાલ રાખો. આ સિવાય દરેક દિવસે માતાને માટે અલગ અલગ રંગ છે, તમે ઈચ્છો છો તો માતાને દિવસ અનુસાર અલગ અલગ રંગના વસ્ત્રો પહેરાવી શકો છો. 

નવરાત્રિ પૂજાનો ફાઈલ ફોટો

દીવો અચૂક કરો

9 દિવસ સુધી મંદિરમાં કે ઘરમાં દીવો અચૂક કરો. સાથે દુર્ગા સપ્તશતી અને દુર્ગા ચાલીસાના પાઠ કરો. નવરાત્રિ સમયે ધ્યાન રાખો કે ઘરેથી કોઈ મહેમાન ભૂખ્યું ન જાય. સાથે કોઈ કન્યા તમારા ઘરે આવી હોય તો તેને ખાલી હાથ પાછી ન મોકલો.

આસન પર બેસીને જ કરો પૂજા

માતાની પૂજા જમીન પર બેસીને ક્યારેય ન કરો. પહેલાં આસન બિછાવો અને તેની પર બેસીને જ માતાની પૂજા કરો.

ભૂલથી પણ ન કરો આ ભૂલ

નવરાત્રિમાં માતાની પૂજા કરતી સમયે ધ્યાન રાખો કે ભોગમાં અનાજ ન હોય. આ સિવાય પરિણિત વ્યક્તિઓ વ્રત કરે છે તો બ્રહ્મચર્યનું પાલન કરો. રંગોનું આ 9 દિવસમાં વિશેષ મહત્વ છે. માતાના પરિધાનમાં રંગોને મહત્વ આપો. વર્જિત રંગોથી દૂર રહો.

નવરાત્રિમાં માના થાળનો ફાઈલ ફોટો

આ છે નવરાત્રિ દરમિયાન વર્જિત ભોજન

નવરાત્રિમાં માતાના મંદિરમાં અનાજનો ભોગ ન ધરો. સાથે જ લસણ- ડુંગળીનો પ્રયોગ પણ ન કરો. વ્રત સમયે લીંબુ કાપવાનું પણ ટાળો.

બ્રહ્મચર્યનું કરો પાલન

નવરાત્રિમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો. શારિરીક સંબંધ ન બનાવો. નવરાત્રિમાં કાતરનો ઉપયોગ ટાળો અને સાથે જ પુરુષો શેવિંગ કરાવવાનું પણ ટાળો.આ સિવાય મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન પૂજા અર્ચના પણ ન કરો.

કાળા રંગથી રહો દૂર

નવરાત્રિ પર કાળા રંગના વસ્ત્ર પહેરવાથી દૂર રહેવું. આ સિવાય ચામડાના જૂતા, ચંપલ, બેલ્ટનો ઉપયોગ કરવો નહીં. સાથે જ નિંદા, જૂઠાણું અને ક્રોધનો ત્યાગ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ