જાપાનમાં, જ્યારે લોકો જીવનથી પરેશાન થાય છે, ત્યારે તેઓ જોહાત્સુ બનવાનો માર્ગ અપનાવે છે. આ માટે તેઓ કંપનીઓની મદદ લે છે. જોહાત્સુ એટલે કે લોકો અચાનક ગાયબ થઈ જાય છે.
જાપાનમાં લોકો જીવનથી પરેશાન થઈ જોહાત્સુ બનવાનો અપનાવે છે માર્ગ
જોહાત્સુ એટલે કે લોકો અચાનક ગાયબ થઈ જાય છે
અદૃશ્ય થઈ ગયા પછી, તે કોઈ બીજી જગ્યાએ નવું જીવન શરૂ કરે છે
જ્યારે કોઈ વ્યક્તિ જીવનથી પરેશાન હોય છે, ત્યારે તે ઘણીવાર એવી જગ્યાએ જવાનો વિચાર કરે છે જ્યાં તેને કોઈ ઓળખતું ન હોય અને તે નવું જીવન શરૂ કરી શકે. પરંતુ શું તમે જાણો છો કે ખરેખર આવું થઈ રહ્યું છે? જાપાનમાં તેને જોહાત્સુ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે વરાળની જેમ ઉડી જવું. અહીં લોકો પરિવાર કે નોકરીથી કંટાળીને અચાનક ગાયબ થઈ જાય છે. આ પછી તે નવું જીવન શરૂ કરે છે. આ માટે, યોગ્ય કંપનીઓ મદદ કરે છે. તેના બદલામાં તેમને ફી તરીકે તગડી રકમ આપવામાં આવે છે. આવા કિસ્સાઓ અહીં પણ સામે આવ્યા હતા, જ્યારે લોકો રોજની જેમ નોકરી માટે ઘરેથી નીકળ્યા હતા અને ક્યારેય પાછા ફર્યા ન હતા. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતા સુરાગ મળતો નથી
આ ગાયબ લોકોને જાપાનમાં જોહાત્સુ કહેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે, જ્યારે પરિવારના સભ્યો દ્વારા ઘણી શોધ કરવા છતાં કોઈ સુરાગ મળતો નથી. લોકોના અચાનક ગાયબ થવા પાછળનું કારણ કુટુંબ અને નોકરીનો તણાવ અથવા ભારે દેવું છે. પછી જ્યારે તેઓ અદ્રશ્ય થવાનું એટલે કે જોહાત્સુ બનવાનું નક્કી કરે છે, ત્યારે કંપનીઓ તેમને આ કામમાં મદદ કરે છે. આ કાર્યને 'નાઇટ મૂવિંગ સર્વિસ' કહેવામાં આવે છે. કંપનીઓ લોકોને નવું જીવન શરૂ કરવામાં મદદ કરે છે. ગુપ્ત સ્થળોએ તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
1990ના દાયકામાં નાઈટ મૂવિંગ કંપની શરૂ કરનાર શો હટ્ટોરી કહે છે કે ગાયબ થવા પાછળનું કારણ હંમેશા નકારાત્મક હોતું નથી, જાણવા મળતી માહિતી મુજબ, બલ્કે લોકો આવું નવું કામ શરૂ કરવા, લગ્ન કરવા માટે કરે છે. તે કહે છે કે પહેલા લોકો આર્થિક સંકડામણના કારણે ગાયબ થઈ જતા હતા, પરંતુ હવે તેઓ સામાજિક કારણોસર પણ આમ કરી રહ્યા છે. અહેવાલ અનુસાર, ઘણા દાયકાઓ સુધી જોહાત્સુ પર સંશોધન કરનારા સમાજશાસ્ત્રી હિરોકી નાકામોરિક કહે છે કે આ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ 1960ના દાયકામાં ગુમ થયેલા લોકો માટે કરવામાં આવ્યો હતો. જાપાનમાં છૂટાછેડાના કેસમાં ઘટાડો થવાનું કારણ જોહાત્સુ
તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં છૂટાછેડાના કેસમાં ઘટાડો થવાનું કારણ જોહાત્સુ પણ છે. લોકો છૂટાછેડા લેવા માટે કાનૂની ઔપચારિકતાઓ પૂરી કરવા કરતાં અદૃશ્ય થઈ જવાનું વધુ સારું માને છે. નાકામોરિક કહે છે કે જાપાનમાં ગાયબ થવું ખૂબ જ સરળ છે. તેનું એક કારણ એ છે કે આ દેશમાં પ્રાઈવસીને લઈને ખૂબ જ કડક કાયદા છે. પોલીસ ગુમ થયેલી વ્યક્તિને ત્યાં સુધી શોધી શકતી નથી જ્યાં સુધી તેઓને ગુનો અથવા અકસ્માતની શંકા હોય. આવી સ્થિતિમાં ગુમ થયેલ વ્યક્તિ એટીએમમાંથી પૈસા પણ ઉપાડી લે છે. પોલીસની મદદની ગેરહાજરીમાં ગુમ થયેલા લોકોના પરિવારજનો ખાનગી જાસૂસોની મદદ લે છે.
નાઇટ મૂવિંગ કંપની ચલાવતી એક મહિલા 17 વર્ષથી ગુમ છે. તે ઘરેલુ હિંસાથી કંટાળી ગઈ હતી. તે પછી તે પોતે ગાયબ થઈ ગઈ. હવે તે અન્ય લોકોને પોતાની જેમ અદૃશ્ય થવામાં મદદ કરે છે. તે લોકોને તેના ગુમ થવા પાછળનું કારણ પણ પૂછતી નથી. જાણવા મળતી માહિતી મુજબ એક વ્યક્તિ પોતાની પત્ની અને બાળકોને એમ કહીને છોડી ગયો હતો કે તે બિઝનેસ ટ્રિપ પર જઈ રહ્યો છે, જ્યારે હકીકતમાં તે જોહાત્સુ બનવા માટે બહાર આવ્યો હતો. તે કહે છે કે તેને પરિવારથી દૂર રહેવાનો અફસોસ છે પરંતુ તે તેમની પાસે પાછા જવા માંગતો નથી.