બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dev Diwali Dakor ranchhodraiji dwarkadhish darshan

દેવ દિવાળી / 'જય રણછોડ' : ઠાકોરને દ્વારકા છોડી ડાકોર આવ્યાના 866 વર્ષ પૂર્ણ, ભગવાનને કરાયો વિશેષ શણગાર

Hiren

Last Updated: 04:46 PM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દિવાળી(પૂનમ) આજના દિવસે ઠાકોરજી દ્વારકા છોડીને તેમના પરમ ભક્ત શ્રી બોડાના માટે ડાકોર ચાલ્યા આવ્યા હતા. જેને આજે 866 વર્ષ પૂર્ણ થયા છે.

  • ઠાકોરને ડાકોર આવ્યાને 866 વર્ષ પૂર્ણ
  • દ્વારકા છોડી ભક્ત બોડાણા સાથે ડાકોર આવ્યા
  • ભગવાનનો વિશેષ શણગાર કરાયો, ઉત્સવનો માહોલ

યાત્રાધામ ડાકોરમાં આજે દેવદિવાળીના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. ડાકોરના ઠાકોરને ડાકોર આવ્યાના 866 વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે દ્વારકાધીશ દ્વારકા છોડી ભક્ત બોડાણા સાથે ડાકોર આવ્યા હતા. 867માં વર્ષમાં પ્રવેશ સમયે ડાકોરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે ભગવાનને વિશેષ સ્નાન કરાવી કંકુ તિલક કરવામાં આવ્યું હતું. આજના દિવસે ભગવાનને વિશેષ આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો હતો. અહીં ક્લિક કરતા તમે ડાકરોના ભગવાન રણછોડજી ના લાઈવ દર્શન કરી શકશો. www.ranchhodraiji.org/LiveDarshan

પરંપરાગત સવા લાખનો મુગટ ભગવાન રણછોડજીને ધરાવવામાં આવ્યો

સવા લાખનો મુંગટ પણ ભગવાન રણછોડજીને ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો આજે દર્શન કરવા માટે ડાકોર પહોંચ્યા. તો દેવભૂમિ દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

મંદિરને વિશેષ રોશની સાથે ચોખ્ખા ઘી ના દિવાઓથી મંદિરને દીપવવામાં આવશે. આજે દૂર દૂરથી ચાલતા આવેલ પદયાત્રીઓ અને સંઘો ડાકોર આગમન કરી ભક્તોએ લાખોની સંખ્યામાં ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ડાકોર જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા.

દ્વારકાધીશને અમેરિકન ડાયમંડ જડિત વસ્ત્રોને કરાયો શણગાર

તુલસીવિવાહના બીજા દિવસે દ્વારકાધીશને રાજકોટના કારીગરો દ્વારા બનાવેલા 3 હજાર અમેરિકન ડાયમંડ જડિત વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત રાજકોટમાં દ્વારકાધીશના વસ્ત્રો તૈયાર કરાયા છે. અમેરિકન ડાયમંડના વસ્ત્રો 4 મહિનામાં તૈયાર થયા.

ભગવાન દ્વારકાધીશ ગાડામાં બેસીને આવ્યા હતા ડાકોર

866 વર્ષ પહેલા સંવત 1212 કારતક પૂનમ(દેવ-દિવાળી)ના દિવસે ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દ્વારકાધીશ ગાડામાં બેસીને ડાકોર આવ્યા હતા. ત્યારથી ડાકોરમાં દેવદિવાળી ધામધૂમથી ઉજવાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ