બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Despite this cooperation, Sri Lanka gave India a big blow, the Chinese ship got permission

BIG NEWS / આટલા સહયોગ છતાં શ્રીલંકાએ ભારતનો આપ્યો જોરદાર ઝટકો, ચીનના જહાજને મળી મંજૂરી

Priyakant

Last Updated: 09:07 AM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના જહાજ યુઆન વાંગ 5 શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર ઉભું રહેવા માંગે છે, પરંતુ ભારત તેને જાસૂસી જહાજ માનતું હોય અગાઉ ભારત દ્વારા શ્રીલંકા સરકાર સમક્ષ પણ આ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. પરંતુ આ બધું હોવા છતાં શ્રીલંકાએ ચીનના આ જહાજને લીલી ઝંડી આપી દીધી

  • અનેકવાર મદદ કરવા છતાં છેલ્લે શ્રીલંકાએ ભારતનો આપ્યો જોરદાર ઝટકો
  • શ્રીલંકાએ ફરી એકવાર ભારતને બદલે ચીનને સમર્થન આપ્યું
  • ચીનના જહાજ યુઆન વાંગ 5ને શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર મળશે એન્ટ્રી 

શ્રીલંકામાં કટોકટી જ નહીં પરંતુ અનેકવાર ભારતે શ્રીલંકાની મદદ કરી છે. જોકે શ્રીલંકાએ ફરી એકવાર ભારતને બદલે ચીનને સમર્થન આપ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચીનના જહાજ યુઆન વાંગ 5ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ જહાજ શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર ઉભું રહેવા માંગે છે, પરંતુ ભારત તેને જાસૂસી જહાજ માને છે અને તે તેને પોતાની સાર્વભૌમત્વ માટે ખતરો માને છે. ભારત દ્વારા શ્રીલંકા સરકાર સમક્ષ પણ આ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. પરંતુ આ બધું હોવા છતાં શ્રીલંકાએ ચીનના આ જહાજને લીલી ઝંડી આપી દીધી છે. હવે 16 ઓગસ્ટે ચીનના યુઆન વાંગ 5 હમ્બનટોટા બંદર પર ઊભા રહી શકશે.

શું છે સમગ્ર મામલો ? 

ઈન્ટરનેશનલ શિપિંગ એન્ડ એનાલિટિક્સ સાઇટે ચીનના આ જહાજને રિસર્ચ અને સર્વે શિપ તરીકે ગણાવ્યું છે. પરંતુ ભારતના મતે આ જહાજ ચીન માટે જાસૂસીનું કામ કરી શકે છે. ચીન ત્યાં હાજર દેશના સૈન્ય સ્થાપનો પર ચાંપતી નજર રાખી શકે છે. આ જોખમને સમજીને ભારતે શ્રીલંકા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો.પરંતુ કદાચ એ વાંધો કોઈ ફાયદો થયો ન હતો કારણ કે મહત્વપૂર્ણ મુદ્દા પર શ્રીલંકાએ ફરી એકવાર ભારતને બદલે ચીનનું સમર્થન કર્યું છે.

નોંધનીય છે કે, પહેલા 16ને બદલે આ જહાજ 11મી ઓગસ્ટે શ્રીલંકા પહોંચવાનું હતું. પરંતુ તે પછી કેટલીક જરૂરી મંજૂરીઓ ન મળવાને કારણે ચીનનું જહાજ હમ્બનટોટાપોર્ટ સુધી પહોંચી શક્યું ન હતું. ત્યારપછી શ્રીલંકા તરફથી વિનંતી કરવામાં આવી હતી કે, જ્યાં સુધી બંને દેશો આ બાબતે આગળ પરામર્શ ન કરે ત્યાં સુધી આ જહાજનું ડોકીંગ મુલતવી રાખવામાં આવે. પરંતુ ત્યારબાદ ચીની અધિકારીઓએ તરત જ શ્રીલંકાનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેને લીલી ઝંડી આપવામાં આવી. અહેવાલ છે કે, આ ગ્રીન સિગ્નલ માટે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ચીનના રાજદૂત ક્વિ ઝેનહોંગ સાથે બંધ રૂમમાં બેઠક કરી હતી.

આ તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે, ચીની જહાજને ઇંધણ ભરવા માટે શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર ડોક કરવું પડશે. ઇંધણ લીધા પછી ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમ્યાન હિંદ મહાસાગર ક્ષેત્રના ઉત્તર-પશ્ચિમ ભાગમાં શિપ સેટેલાઇટ નિયંત્રણ અને સંશોધન ટ્રેકિંગ કરવાની યોજના છે. પરંતુ ભારતને ચીનની આ ગતિવિધિઓ પર બિલકુલ વિશ્વાસ નથી. તે ચીનની આ ગતિવિધિઓને શ્રીલંકામાં દખલ તરીકે જોઈ રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ