ડેન્ગ્યુના મચ્છર એક વખત કરડે ત્યારબાદ એક બે દિવસમા તેના લક્ષણ દેખાવાની શરૂઆત થય જાય છે. બચવા આટલું કરો!
એડીઝ નામના મચ્છર કરડવાને કારણે થાય છે ડેન્ગ્યુ
ડેન્ગ્યુના મચ્છર મોટાભાગે દિવસે કરડે છે
એડીઝ નામના મચ્છર કરડવાને લીધે ડેન્ગ્યુ સંક્રમણ અથવા ડેન્ગ્યુનો તાવ આવે છે. વરસાદના વાતાવરણમા ઠેર ઠેર પાણી ભરાવાને લીધે આ મચ્છરની ઉત્પત્તિ થાય છે. ડેન્ગ્યુનો તાવ એટલે ચિંતાજનક હોઈ છે કારણ કે તેમાં દર્દીના પ્લેટલેટ ઘટી જાય છે. કેટલાક કેસમા દર્દીની સમસ્યા વધુ ગંભીર બની જાય છે. ડેન્ગ્યુના મચ્છર એક વખત કરડે ત્યારબાદ એક બે દિવસમા તેના લક્ષણ દેખાવાની શરૂઆત થય જાય છે. જો કે ડેન્ગ્યુના મચ્છરને લઈને લોકોમા વિવિધ માન્યતાઓ જોવા મળે છે જેમ કે ડેન્ગ્યુના મચ્છર દિવસે જ કરડે છે. પરંતુ હકીકત શું છે તેના પર આવો વિગતે ચર્ચા કરીએ.
રિપોર્ટમા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે...
ડેન્ગ્યુ મચ્છરને લઈને આવેલા એક રિપોર્ટમા ખુલાસો કરવામાં આવ્યો છે કે ડેન્ગ્યુના મચ્છર મોટાભાગે દિવસના સમયે જ કરડે છે. સાથે જ આ મચ્છર ડેન્ગ્યુna મચ્છર વધુ ઊંચાઈ સુધી ઉડી શકતા નથી. આ મચ્છર માત્ર ગોઠણ સુધી જ ઉડી શકે છે. કેટલાક રિપોર્ટમા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડેન્ગ્યુના મચ્છર મોટાભાગે દિવસે અને તેમાં પણ સવારના સમયે વધુ કરડે છે.
શું ડેન્ગ્યુના મચ્છર દિવસે જ કરડે છે ?
ડેન્ગ્યુનો તાવ એડીઝ મચ્છરના કરડવાથી થાય છે. પરંતુ રિપોર્ટમા ખુલાસો કરવામાં આવ્યો છે કે દર વર્ષએ અંદાજે 400 મિલિયન લોકો ડેન્ગ્યુનો શિકાર બને છે. ડેન્ગ્યુ મચ્છર જો એક વખત કરડે તો એક કે બે દિવસમા જ તેના લક્ષણ દેખાવાની શરૂઆત થઇ જાય છે. આ મચ્છર સામાન્ય રીતે સવારે અને સાંજના સમયે જ કરડે છે. જો કે એ વાત ખોટી છે કે ડેન્ગ્યુના મચ્છર દિવસે જ કરડે છે, કારણ કે આ મચ્છર રાતે પણ કરડી શકે છે. કારણ કે ઘર કે બહાર રોશની વધુ હોઈ તો આ મચ્છર કરડવાની શક્યતાઓ છે.
ડેન્ગ્યુથી બચવાં શું કરવું ?
જો બહાર જવાનુ થાય તો આખી બાયના શર્ટ પહેરવા. ખાસ કરીને સાંજે અને સવારે ખાસ ધ્યાન રાખવું. ઉલ્લેખનીય છે કે બદલાતા વાતાવરણમા તાવ આવી રહ્યો છે તો ગમે તે દવા લઈને પીવી ન જોઈએ. એક વખત ડોક્ટરને જરૂર બતાવવું જોઈએ.