બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / delhi service bill to be presented in rajya sabha on monday aap congress whip issued

Delhi Services Bill / આજે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ કરાશે રજૂ, બિલ પાસ થયા પહેલાં જ કેજરીવાલને લાગ્યો ઝટકો, જાણો કેમ

Malay

Last Updated: 08:27 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Service Bill in Rajya Sabha: ત્રણ દિવસ અગાઉ દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં પાસ થયા બાદ આજે આ બિલને રાજ્યસભામાં રજૂ કરાશે. આ બિલને લઈને આજે રાજ્યસભામાં હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે.

  • દિલ્હી સર્વિસ બિલ આજે રાજ્યસભામાં કરાશે રજૂ
  • રાજ્યસભામાં બહુમતી મોદી સરકારની તરફેણમાં 
  • રાજ્યસભામાં NDAનું કુલ સંખ્યાબળ 128
  • વિપક્ષ 109નો આંકડો પાર કરી શક્યું નથી

લોકસભામાંથી પસાર થયા બાદ દિલ્હી સર્વિસ બિલ (ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ) સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. અહીં પણ બહુમતી મોદી સરકારની તરફેણમાં છે, પરંતુ આ બિલને લઈને હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના રાજ્યસભાના સાંસદોને સોમવારે સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. આ બિલનો ઉદ્દેશ્ય દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગેના વર્તમાન વટહુકમમાં સુધારો કરવાનો છે, જેને પસાર કરવા માટે બહુમતી માટે 119 સાંસદોની જરૂરી પડશે. 

OBC સમાજને મોટી ભેટ, લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થયું અનામત બીલ, રાજ્યોને  મળ્યો 'વિશેષાધિકાર'I Big gift to OBC community, reserved bill passed in Rajya  Sabha after Lok Sabha ...
ફાઈલ ફોટો

કેજરીવાલને મોટો ઝટકો
રાજ્યસભામાં આ બિલ રજૂ થાય તે પહેલા જ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પહેલા બસપાએ દિલ્હી સેવા બિલ પર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી, પરંતુ બસપાએ લોકસભા અને રાજ્યસભામાં વોટિંગ દરમિયાન બહિષ્કારની જાહેરાત કરી છે. બીજી તરફ ઓડિશાની સત્તારૂઢ બીજેડી અને ટીડીપીએ આ બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અગાઉ, YSR પણ કેન્દ્રને સમર્થન આપવાની વાત કરી ચૂકી છે.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે તાબડતોબ બોલાવી ધારાસભ્યોની બેઠક, જાણો શું છે  મામલો | Delhi CM Arvind Kejriwal immediately called a meeting of MLAs
અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી, દિલ્હી)

આજે રાજ્યસભામાં હોબાળો મચાવી શકે છે વિપક્ષ 
નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલને લઈને એનડીએ સરકાર અને વિપક્ષ  ‘INDIA’ના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. લોકસભામાં બિલ પસાર થયા બાદ હવે વિપક્ષ રાજ્યસભામાં તેના પર હોબાળો મચાવી શકે છે. હાલમાં રાજ્યસભામાં સંસદ સભ્યોની સંખ્યા 238 છે. 7 સીટો ખાલી છે. રાજ્યસભામાં ભાજપના 92 સાંસદો છે. એનડીએ ગઠબંધનમાં સામેલ AIADMKના 4 સાંસદો અને અસમ ગણ પરિષદ, મિઝો નેશનલ ફ્રન્ટ, NPP, PMK, RPI(A), TMC(M) અને UPPLના 1-1 સાંસદો ઉમેરાતા આ આંકડો 103 સુધી પહોંચી જાય છે.

વિપક્ષના INDIA સામે મોદીનું ન્યૂ ઈન્ડિયા, મુદ્દાઓની અગત્યતાનું શું? ગઠબંધન  અંગે કોઈ મગનું નામ મરી કેમ નથી પાડતું? | NDA VS Opposition IN INDIA in Lok  Sabha Elections

પ્રફુલ પટેલનું પણ ભાજપને મળશે સમર્થન 
ભાજપને એક અપક્ષ અને પાંચ નામાંકિત સાંસદોનું પણ સમર્થન મળવાની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે ભાજપને એનસીપી (અજિત પવાર જૂથ)ના રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલનું સમર્થન મળશે. સાથી પક્ષો અને અપક્ષો સહિત ભાજપના સાંસદોની આ સંખ્યા વધીને 110 થઈ ગઈ છે. આ સિવાય આ બિલ પર YSR, BJD કેન્દ્રના સમર્થનમાં છે. BJD અને YSR કોંગ્રેસના રાજ્યસભામાં 9-9 સાંસદો છે. એટલે કે રાજ્યસભામાં એનડીએનું કુલ સંખ્યાબળ 128 છે, જેના કારણે બિલ સરળતાથી પસાર થઈ જશે.

વિપક્ષી પાર્ટીઓ પાસે કેટલા છે રાજ્યસભા સાંસદ?
વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘INDIA’ની પાસે 109 સાંસદ છે. 26 પાર્ટીઓના ગઠબંધનવાળા ‘INDIA’ના કુલ 98 સભ્યો ગૃહમાં છે. એકલા કોંગ્રેસની પાસે 31 સાંસદો છે. આમ આદમી પાર્ટીની પાસે 10 અને ડીએમકેના 10 સભ્યો છે. ટીએમસી પાસે 13 અને આરજેડી પાસે 6 સભ્યો છે. CPI(M) અને JDU પાસે 5-5 સભ્યો છે. એનસીપી પાસે ચાર અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પાસે ત્રણ સાંસદ છે. જેએમએમ અને સીપીઆઈ પાસે 2-2 સાંસદ છે. IUML, કેરળ કોંગ્રેસ (M), RLD અને MDMKની પાસે 1-1 સાંસદ છે. નાના પક્ષોને ઉમેરીને પણ વિપક્ષ 109નો આંકડો પાર કરી શક્યું નથી.  એકંદરે આ બિલ રાજ્યસભામાં સરળતાથી પસાર થશે એટલું જ નહીં સંખ્યાબળ પણ 128ને પાર કરી જશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ