delhi new covid guidelines private restaurants and offices will be closed work from allowed
BIG NEWS /
કોરોના કેસ વધતાં દિલ્હી સરકાર થઈ કડક, આટલી જગ્યાઓએ લાગી જશે તાળાં, વર્ક ફ્રોમ હોમની છૂટ
Team VTV11:33 AM, 11 Jan 22
| Updated: 11:36 AM, 11 Jan 22
દિલ્હીમાં DDMAની બેઠકો અને ચેતવણીઓ બાદ કડકાઈ વધી રહી છે. કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના રેસ્ટોરાં અને બારને બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
દિલહીમાં કોરોનાનાં કેસ વધ્યા
સંક્રમણ દર 25% પહોંચ્યું
નિયમો વધારે કડક થયા
દિલ્હીમાં કોરોનાના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, ઓમિક્રોનથી સંક્રમણ દર પણ બેકાબૂ બની રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર 25% પર પહોંચતા દિલ્હીના લોકોની ચિંતા વધી ગઈ છે.
દિલ્હીના LG અનિલ બૈજલે DDMA સાથે બેઠક કરી છે. આજે 12 વાગે સીએમ અરવિંદ કેજરીવાલ મીડિયાને સંબોધન કરવાના છે.
દિલ્હીમાં નિયમો કડક
ડીડીએમએની બેઠકો અને ચેતવણીઓ બાદ અહીં કડકાઈ વધી રહી છે. કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના રેસ્ટોરાં અને બારને બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જોકે ટેક-અવે પર કોઈ પ્રતિબંધ નથી.
દિલ્હીનું કોરોના બુલેટિન સતત ખતરનાક વળાંક લઈ રહ્યું છે, આવી સ્થિતિમાં દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની અટકળો થઈ રહી છે. જોકે, સીએમ કેજરીવાલ સહિત દિલ્હી સરકારના નેતાઓ સતત લોકડાઉન નહીં લાગુ કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ જો સંક્રમણ દર આ જ રીતે વધતો રહેશે, તો લોકડાઉન જેવા નિયંત્રણો લાદવામાં આવી શકે છે. માર્કેટમાં કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
All private offices in Delhi shall be closed, except those which are falling under the exempted category; work from home shall be followed. All restaurants & bars shall be closed, takeaways allowed: DDMA in its revised guidelines pic.twitter.com/Or74McCXKI
આ નિર્ણયો શું દર્શાવે છે?
રેસ્ટોરન્ટ અને બાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લોકો અહીં બેસીને ખાઈ શકશે નહીં. સાપ્તાહિક બજારો અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અઠવાડીયામાં એકાંતરે એક ઝોનમાં માત્ર એક જ સાપ્તાહિક બજાર ઊભું કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે અગાઉ સાપ્તાહિક બજારો પર કોઈ પ્રતિબંધ ન હતો.માર્કેટમાં કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
હવે આગળ શું થશે?
શક્યતાઓ જોતાં હવે તમામ ખાનગી ઓફિસો સંપૂર્ણપણે બંધ કરાવાય તેવી શક્યતા છે. માત્ર આવશ્યક સેવાઓ ધરાવતી કચેરીઓ જ ખોલવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવામાં આવશે.
આજની કોન્ફરન્સ પર નજર
આવી સ્થિતિમાં તમામની નજર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજની પ્રેસ કોન્ફરન્સ પર છે. આમાં કેજરીવાલ નવા પ્રતિબંધો વિશે પણ કહી શકે છે. જો કે શક્યતા પણ ઓછી છે કારણ કે આ પહેલા ખુદ કેજરીવાલે લોકડાઉન લગાવવાની વાતને ફગાવી દીધી છે.
દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના 19 હજાર 166 નવા કેસ નોંધાયા હતા. 17 દર્દીઓના મોત પણ થયા છે. હવે દિલ્હીમાં સંક્રમણ દર વધીને 25 ટકા થઈ ગયો છે. દિલ્હીમાં હાલમાં 65 હજાર 806 એક્ટિવ કેસ છે.