બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / delhi air pollution aqi layer of smog blankets emergency schools closed

પ્રદુષણ / દિલ્હીમાં એર ઇમર્જન્સી જાહેર, AQI 500ને પાર, શાળા-કોલેજમાં રજા

Mehul

Last Updated: 07:37 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હી અને એનસીઆરના વિસ્તાર એક વાર ફરી ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયા છે. આ કારણે ત્યાં ફરી એક વાર એર ઇમર્જન્સી લગાવી દેવાઇ છે. પ્રદૂષણનું સ્તર એટલું વધ્યું છે કે લોકો માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે તેમજ શ્વાસ લેવામાં પણ ગૂંગળામણ અનુભવાઇ રહી છે.

  • દિલ્હી અને એનસીઆરના વિસ્તાર એક વાર ફરી ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયા
  • એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પ્રદૂષણનું સ્તર પ૦૦ને પાર થઇ ગયું છે
  • દિલ્હી-એનસીઆરનાં તમામ સ્કૂલ-કોલેજ ગુરુવાર અને શુક્રવારે બંધ રખાયાં

આજે પણ પરિસ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પ્રદૂષણનું સ્તર પ૦૦ને પાર થઇ ગયું છે તે સુર‌િક્ષત સ્તર કરતાં પાંચ ગણું વધુ છે. દિલ્હીમાં એક્યુઆઇ ૪૭ર, નોઇડામાં પ૮૦, ગા‌ઝિયાબાદમાં પ૬૦, ફરીદાબાદમાં ૩૮૭ અને ગુરુગ્રામમાં પપ૪ ટકા છે. 

પ્રદૂષણનું પૂર્વાનુમાન કરનાર એજન્સીઓના જણાવ્યા અનુસાર ૧પ નવેમ્બર સુધી દિલ્હી, એનસીઆર આ જ સ્થિતિમાં રહેશે. આ દરમિયાન દિવાળી બાદ પ્રદૂષણનું સ્તર સતત ૧૩ થી ૧૪ દિવસ ગંભીર શ્રેણીમાં રહ્યું, પરંતુ ર૦૧૯નો નવેમ્બર મહિનો આ રેકોર્ડને પણ તોડતો દેખાય છે.

પ્રદૂષણનું સ્તર એટલું ગંભીર છે કે અત્યારે લોકો શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સેકન્ડરી પા‌ર્ટિકલ્સ પણ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે લોકો આ સ્મોગમાં બહાર જાય તો બીમારીને આમંત્રણ આપવા સમાન છે. 

સીપીસીબી અને સફરના જણાવ્યા મુજબ પીએમ ર.પનું ઝેરીલાપણું ઘણું વધી ગયું છે. હવામાં ઘણા પ્રકારના ગેસ અરસપરસ રિએક્શન કરીને સેકન્ડરી પા‌ર્ટિકલ્સ બનાવી રહ્યા છે. આ કારણે લોકોને બહાર રહેવામાં પણ પરેશાની થઇ રહી છે.

૧પ દિવસમાં ત્રીજી વાર પ્રદૂષણની ઇમર્જન્સી જોતાં દિલ્હી-એનસીઆરનાં તમામ સ્કૂલ-કોલેજ ગુરુવાર અને શુક્રવારે બંધ રખાયાં છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ