પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એવો કટાક્ષ કર્યો કે હવે એ દિવસ દુર નથી કે જ્યારે દેશનું નામ બદલીને મોદીને નામે કરી નાખવામાં આવે.
કોરોના રસી પ્રમાણપત્ર પર પીએમ મોદીનો ફોટો છપાતા મમતા ખફા
દેશનું નામ બદલીને મોદી કરાય તો નવાઈ નહીં-મમતા
બંગાળમાં મહિલાઓ અસલામત તેવો પીએમનો દાવો ફગાવ્યો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ટીએમસી રેલીને સંબોધિત કરતા મમતાએ કહ્યું કે બંગાળ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો મારી અને ભાજપ વચ્ચે છે. તેમાં વિજય તો અમારો જ થવાનો છે.
વડાપ્રધાને કોવિડ-19 રસીકરણ સર્ટિફિકેટ પર પોતાનો ફોટો છપાવ્યો.
મમતાએ કહ્યું કે દેશમાં વડાપ્રધાનને નામે સ્ટેડિયમનું નામ કરી દેવાયું. વડાપ્રધાને કોવિડ-19 રસીકરણ સર્ટિફિકેટ પર પોતાનો ફોટો છપાવ્યો. હવે તેમને નામે દેશનું નામકરણ કરવામાં આવે તે દિવસ દૂર નથી.
બંગાળમાં મહિલાઓ સુરક્ષિત
બંગાળમાં મહિલાઓ સલામત નથી તેવા પીએમ મોદીના દાવાને ફગાવતા મમતાએ કહ્યું કે જો બંગાળમાં મહિલાઓ અસલામત હોત તો તેઓ રાતે છૂટથી હરી-ફરી ન શકતી હોત. મોદી-શાહના ગુજરાત મોડલમાં છેલ્લા બે વર્ષમાં દરરોજ ચાર રેપ અને બે હત્યા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ટીએમસીના 5 ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષ, શુભેન્દુ અધિકારી અને મુકુલ રોયની હાજરીમાં 5 ધારાસભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ધારાસભ્ય રબિન્દ્રનાથ ભટ્ટાચાર્ય 2001 થી સિંગુર વિધાનસભા બેઠકના ટીએમસીના ધારાસભ્ય છે. તેઓ સિંગુર આંદોલનનો મુખ્ય ચહેરો પણ બન્યા હતા. આ વખતે ટીએમસીએ તેમની ટિકિટ કાપી નાખી હતી.