ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Cyclone Biparjoy's Eye Is 50 Km In Diameter, To Hit Coast Around Midnight

ચક્રવાતનો ચકરાવો / બિપરજોયનું ખરુ કમઠાણ તો હવે, અડધી રાતે ટકરાશે આંખ, ત્રાટકતાં જ થશે આવું, આગામી કલાકો ભારે

Published By: Hiralal

Last Updated: 08:52 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દરિયા કિનારે ટકરાયેલા બિપરજોય વાવાઝોડાનું કેન્દ્ર ટકરાવાનું હજુ બાકી છે અને આ ટકરાશે ત્યારે ભયંકર તબાહી જોવા મળશે.

ADVERTISEMENT

  • ગુજરાતના દરિયા કિનારે ટકરાયું બિપરજોય 
  • હવે ચક્રવાતની આંખ ટકરાશે
  • 50 કિમી લંબાઈનું છે સેન્ટર
  • ટકરાતા જ થશે ભયંકર તબાહી 

છેલ્લા કેટલાક દિવસથી અરબી સમુદ્રમાં ચકરાવો લઈ રહેલું અતિ ગંભીર કક્ષાનું બિપરજોય વાવાઝોડું આખરે ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું છે. જોકે બિપરજોયની આંખ હજુ ટકારાવાની બાકી છે. ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજિન લાલે કહ્યું કે હજુ વાવાઝોડાની સેન્ટર આઈ ટકરાવાની બાકી છે, એટલે આગામી કેટલાક કલાક મહત્વના છે. આઈનો ડાયામિટર લગભગ 50 કિમીનો છે. 

બિપરજોયની આંખ હજુ ટકારાતા શું થશે
બિપરજોયનો વચ્ચેનો ભાગ ટકરાતા દરિયા કિનારાના વિસ્તારોમાં ભયંકર તારાજી જોવા મળશે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સાથે ભારે વરસાદ પડશે. બિપરજોય હાલમાં 15 કિમીની ઝડપે આગળ વધી રહ્યું અને અડધી રાત સુધી લેન્ડફોલ ચાલશે. હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું કે જ્યારે આંખ એટલે કે વાવાઝોડાનું સેન્ટર જમીન પર ટકરાશે ત્યારે ભારે પવન ફૂંકાશે અને ત્યાર બાદ તે શાંત પડી જશે. આખું સેન્ટર જ્યારે ટકરાઈ જશે ત્યારે ભારે વરસાદ પડશે અને આવી સ્થિતિમાં લોકો ઘરની બહાર ન નીકળવું જોઈએ. 

લેન્ડફોલ ચાલુ છે, પાંચ કલાક નિર્ણાયક 
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાને લેન્ડફોલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કચ્છના માંડવીથી જખૌ બંદર સુધીના વિસ્તારમાં દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, મોરબી, અને કચ્છમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. મોટી સંખ્યામાં પડી ગયેલા વૃક્ષોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ કલાક ખૂબ મહત્વના છે. લેન્ડફોલની પ્રક્રિયા મોડી રાત સુધીમાં પૂર્ણ થઈ જશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ઘરો અને ગામોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. નિષ્ણાતો કહે છે કે ચક્રવાતની રૂપરેખા હમણાં જ સમુદ્ર કાંઠે ટકરાઈ છે.

12 વાગ્યા પછી રાજસ્થાન તરફ ફંટાઈ જશે
આખેાખું ટકરાયા બાદ બિપરજોય પાકિસ્તાન કે રાજસ્થાન ભણી ફંટાઈ જશે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વાવાઝોડાની અસર નહીંવત રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biparjoy Cyclone Biparjoy Update Cyclone Biparjoy Update news Cyclone Biparjoy news Cyclone Biparjoy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ