બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Cyclone Biparjoy big updates of Gujarat Kutch Mumbai and Pakistan

Cyclone Biparjoy / ગૃહમંત્રી શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે યોજી બેઠક, NDRF-આર્મીના જવાનો સ્ટેન્ડ બાય, જાણો અત્યાર સુધીની 20 અપડેટ

Vaidehi

Last Updated: 05:20 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાત બિપોરજોય 15 જૂનનાં રોજ ગુજરાતનાં જખૌ બંદરે અથડાશે જેને લઈને PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરી છે. આ વાવાઝોડાને લઈને જાણો 20 મોટા અપડેટ્સ VtvGujarati પર.

  • બિપોરજોય વાવાઝોડું 15 જૂનનાં ગુજરાતમાં અથડાશે
  • PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી
  • કચ્છમાં આશરે 8000 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું

અરબ સાગરમાં ચક્રવાતી વાવાઝોડું બિપરજોય તટીય વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળશે. ત્યારે દેશનાં PM નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. PM મોદીએ આ આપત્તિની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ ફાળવવાની વાત કરી હતી. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

બિપોરજોયને લઈને 20 મોટા અપડેટ્સ

  1. હવામાન વિભાગનાં અપડેટ અનુસાર વાવાઝોડાની સ્પિડમાં થોડો ઘટાડો નોંધાયો છે. તેની ગતિ પહેલાં 167 કિમી પ્રતિ કલાક હતી જે ઘટીને 157 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. આ ચક્રવાત સંભવત: 120 કિમી પ્રતિ કલાકની ગતિએ ગુજરાતનાં તટને અથડાઈ શકે છે.
  2. ચક્રવાત બિપોરજોયનાં પ્રભાવને ઓછું કરવા માટે ભારત સરકાર, રાજ્ય સરકાર, ભારતીય વાયુસેના,નૌસેના, તટ રક્ષકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સહિત તમામ એજન્સીઓ મળીને કામ કરી રહી છે.
  3. આ વાવાઝોડાથી પ્રભાવિત થઈ શકે તેવા 8 જિલ્લાઓમાં NDRFની 17 અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં NDRFની 4 ટીમ, દ્વારકામાં 3, રાજકોટમાં 3, જામનગરમાં 2, જૂનાગઢ, પોરબંદર, ગિરસોમનાથ, મોરબી અને વલસાડમાં 1-1 ટીમ તૈનાત છે.
  4. જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, દ્વારકામાં 4820, ગિરસોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 
  5. બિપોરજોયનાં કારણે હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છનાં કિનારાનાં વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું  છે. કચ્છ જિલ્લાનાં નલિયામાં હળવો વરસાદ આવી રહ્યો છે.
  6. કચ્છમાં 1.5થી 2 લાખ નાનાં પ્રાણીઓને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યાં છે. માહિતી અનુસાર અત્યાર સુધી 8000 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.
  7. ભારતીય તટરક્ષક બળનાં ALH ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા ગુજરાતનાં ઓખા પાસે દ્વારકાનાં તટથી 50 જેટલા કર્મીઓનો રેસક્યૂ કરવામાં આવ્યો.
  8. ગુજરાત સરકારે કચ્છ, જામનગર, દ્વારકા અને જૂનાગઢમાં સ્કૂલોમાં 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે. 12 જૂનથી 15 જૂન સુધી શાળાઓમાં રજા.
  9. હવામાન વિભાગ અનુસાર બિપોરજોય 15 જૂન સાંજ સુધીમાં ગુજરાતનાં જખૌ બંદરની પાસે અથડાશે જે બાદ આ ભયંકર વાવાઝોડું થોડું શાંત થઈ શકે છે.
  10. બિપોરજોયને ધ્યાનમાં રાખતાં મુંબઈનાં જૂહુ બીચ પર લાઈફગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં છે જેથી જનતા સમુદ્રમાં ન જાયે.
  11. ગુજરાતમાં કંડલા પોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. બંદરથી જનારી હજારો ટ્રકોને ગાંધીધામમાં રાખી દેવામાં આવી છે.
  12. સાયક્લોનનો સામનો કરવા માટે મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ પર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતથી મહારાષ્ટ્ર સુધીનાં તટીય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
  13. ગુજરાતનાં ગિરનાં જંગલોમાં સિંહોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યાં છે અને 300 જેટલા ટ્રેકર્સ આ સિંહોની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યાં છે.
  14. ગિરનાર રોપવે બંધ કરી દેવામાં આવ્યું છે. જામનગરનાં ઐતિહાસિક રેલ્વે સ્ટેશનની જર્જરિત ઈમારતને મહાનગરપાલિકાએ તોડી નાખી છે. બિપોરજોયની સંભવિત અસરને ધ્યાનમાં રાખતાં 150 વર્ષ જૂનાં રેલ્વે સ્ટેશનની આ ઐતિહાસિક ઈમારતને તોડી દેવામાં આવી.
  15. Biparjoyનો અર્થ થાય છે ડિઝાસ્ટર એટલે કે આપદા. બિપોરજોય નામ બાંગ્લાદેશે આપ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જેટલા પણ ચક્રવાત આવે છે તેનાં નામ વારાફરતી આ વિસ્તારનાં દેશ રાખે છે.  આ સિસ્ટમ વર્ષ 2004 થી ચાલી રહી છે.
  16. મોરબીમાં તમામ સિરેમિક પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે. મોરબી સિરેમિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની તરફથી તમામ યૂનિટ્સને બંધ કરી દેવાની સૂચના અપાઈ છે.
  17. IMDએ બિપોરજોયથી 15 જૂનનાં સૌથી વધુ ખતરો જણાવ્યો છે. આ દિવસે તમામ લોકોએ ખાસ ઘરની અંદર સુરક્ષિત રહેવાની એડવાઈઝરી આપવામાં આવી છે.
  18. ચક્રવાત આવવાને લીધે ઝાડ, ઈલેક્ટ્રિસિટીનાં થાંભલા, સેલફોન ટાવર ઊખડી શકે છે જેથી લાઈટ અને કોમ્યૂનિકેશન સંબંધિત તકલીફો આવી શકે છે. 
  19. બિપોરજોયનાં લીધે પશ્ચિમ રેલ્વેની 137 ટ્રેનો પ્રભાવિત થઈ છે જેને લીધે 17 જૂન સુધી રેલ્વે દ્વારા કેટલીક ટ્રેનો રદ તો કેટલીક શોર્ટ-ટર્મિનેટ કરી દેવામાં આવી છે.
  20. પાકિસ્તાનનાં હવામાન વિભાગે કરાંચીમાં વાદળ ફાટવા જેવી ઘટનાઓની સંભાવના જણાવી છે. એટલું જ નહીં સિંધમાં ઈમેરજેન્સી ઘોષિત કરવામાં આવી છે.પાકિસ્તાનમાં રેસક્યૂ માટે સેનાને તૈનાત કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 80 હજાર લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યાં છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ