બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Crimes registered against house renters without informing the police in Rajkot

કાર્યવાહી / મકાન ભાડે આપતા પહેલા ક્યારેય ન કરતાં આવી ભૂલ: રાજકોટમાં આતંકી ઝડપાયા બાદ એક્શનમાં પોલીસ

Malay

Last Updated: 03:32 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાંથી 3 આતંકવાદી ઝડપાયા બાદ પોલીસ એલર્ટ, પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપનારાઓ સામે નોંધાયા ગુના.

  • અલકાયદાના આતંકીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શનમાં
  • રાજકોટના વિવિધ વિસ્તારોમાં પોલીસ તપાસ યથાવત્ 
  • પોલીસની જાણ બહાર મકાન ભાડે આપનાર સામે નોંધાયા ગુના

રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપાતા એકબાજુ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો બીજી બાજુ સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સોની કારીગરો તરીકે કામ કરી રહેલા આતંકીઓ ઝડપાયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપનારા મકાનમાલિક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં આવા 30 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા 14 કેસ 
મકાન ભાડે આપતી વખતે પોલીસને જાણ કરવી ફરજિયાત હોય છે. મકાન ભાડે કોને આપ્યું અને તે વ્યક્તિના જરૂરી ડોક્યુમેન્ટ સહિતના પુરાવાઓ પોલીસને બતાવના હોય છે. ગઈકાલે તપાસ દરમિયાન સૌથી વધુ રાજકોટના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 14 લોકો સામે ગુના નોંધાયા છે. તો બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 8 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

હજુ પણ પોલીસ તપાસ યથાવત્
જ્યારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે ગુના દાખલ કરાયા છે અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ સોની બજાર સહિત અનેક વિસ્તારોમાં પોલીસની તપાસ યથાવત્ છે.

પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું
આતંકીની ધરપકડ કરાયા બાદ રાજકોટના પોલીસ કમિશનર દ્વારા સમગ્ર ઘટનાને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સોનીબજાર સહિત તમામ દુકાનો તેમજ ઔધૌગિક એકમોમાં કામ કરતાં લોકોની નોંધણી ફરજિયાત કરવાનો આદેશ કરાયો છે. ઉપરાંત રાજકોટમાં ભાડે રહેતા લોકો અને કારખાનાઓ માટે પણ ગુજરાત સરકારના પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. તમામ ઉદ્યોગ અને દુકાનમાલિકોને પોતાને ત્યાં કામ કરતાં કર્મચારીઓના દસ્તાવેજ સહિતની નોંધણી ગુજરાત સરકારના પોર્ટલ પર કરી, તેની નકલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. 

કારીગરોની ફરજિયાત નોંધણી કરાવવા આદેશ
મહત્વનું  છે કે રાજકોટમાં જે સોનીબજારમાંથી આતંકીઓ ઝડપાયા છે ત્યાં હાલ 60થી 70 હજાર બંગાળી સોનીકામના કારીગરો કામ કરી રહ્યા છે. ત્યારે આ તમામ લોકોનો રેકોર્ડ અને ઓળખપત્રોની નોંધણી માટે પોલીસે આદેશ કર્યો છે. તો જાહેરનામો ઉલ્લંઘન કરવા બદલ જે તે મકાન, દુકાન કે એકમના માલિક વિરુદ્ધ કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. 

Tag | VTV Gujarati

સોની બજારમાંથી ઝડપાયા હતા આતંકીઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસની ટીમે બે સોમવારે (31 જુલાઈ) રાજકોટની સોની બજારમાંથી સેફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ નામના ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. આ તમામ સોની બજારમાં કામ કરતા હતા અને અલકાયદા નામના આતંકી સંગઠન સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિઓને ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તેઓની પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય સહિત એક પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ