બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / cricket news sunil narine gets first ever red card in cricket history cpl 2023

cricket / ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર અમ્પાયરે બતાવ્યું રેડ કાર્ડ, નારાયણને મળી સજા: ફૂટબોલ જેવો છે આ નિયમ

Manisha Jogi

Last Updated: 12:49 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનિલ નારાયણે CPL મેચમાં ઓવર રેટનું ઉલ્લંઘન કરતા તેમને રેડ કાર્ડ આપવામાં આવ્યું છે. સુનિલ નારાયણ રેડ કાર્ડ મેળવનાર પહેલા ક્રિકેટર બની ગયા છે.

  • વેસ્ટઈન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ ચાલી રહી 
  • સુનિલ નારાયણને રેડ કાર્ડ આપવામાં આવ્યું
  • ઓવર રેટનું ઉલ્લંઘન કરતા રેડ કાર્ડ આપવામાં આવ્યું

વેસ્ટઈન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે. વેસ્ટઈન્ડિઝના અનુભવી ઓફ સ્પિનર સુનિલ નારાયણને રેડ કાર્ડ આપવામાં આવ્યું છે. સુનિલ નારાયણે CPL મેચમાં ઓવર રેટનું ઉલ્લંઘન કરતા તેમને રેડ કાર્ડ આપવામાં આવ્યું છે. સુનિલ નારાયણ રેડ કાર્ડ મેળવનાર પહેલા ક્રિકેટર બની ગયા છે. 

ક્રિકેટમાં સ્લો ઓવર રેટના કારણે પહેલી વાર રેડ કાર્ડ દર્શાવવામાં આવ્યું છે. આ કાર્ડ CPL T20 લીગમાં આવ્યું છે. CPL 2023માં આયોજકોએ સ્લો ઓવર રેટના પરિણામે આ નિયમ લાગુ કર્યો છે, જેના કારણે મેચ નિશ્ચિત સમય કરતા મોડા પૂરી થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘જો કોઈ ફીલ્ડિંગ ટીમ નિર્ધારિત સમય કરતા મોડા સમયે 18મી ઓવર શરૂ કરે તો તેણે 30 ગજની સીમામાં વધુ એક ફીલ્ડર લાવવાનો રહેશે.’

રાઈડર્સે છેલ્લી ત્રણ ઓવરમાં સ્લો બોલિંગ કરી હતી અને ટીમ જરૂરી ઓવર કરતા પાછળ હતી. આ કારણોસર અમ્પાયરે ટીમને 19મી ઓવર પછી રેડ કાર્ડ આપ્યું હતું. રાઈડર્સના કેપ્ટન પોલાર્ડે સ્પિનર સુનિલ નારાયણને છેલ્લી ઓવરમાં મેચની બહાર મોકલી દીધો હતો. છેલ્લી ઓવરમાં ટીમે 10 ખેલાડીઓ સાથે ફીલ્ડિંગ કરી. ક્રિકેટમાં સુનિલ નારાયણ રેડ કાર્ડ મેળવનાર પહેલા ખેલાડી છે. 

પેટ્રિયટ્સે 20 ઓવરમાં 178 રન કર્યા. ટ્રિનબાગોએ 6 વિકેટ પર આ લક્ષ્યાંક મેળવી લીધો હતો. પોલાર્ડ રેડ કાર્ડના નિર્ણય સાથે સહમત નથી. પોલાર્ડે મેચ પૂર્ણ થયા પછી આ નિર્ણયને હાસ્યાસ્પાદ કહેતા જણાવ્યું કે, ‘આ નિર્ણયને કારણે લોકોની મહેનત બરબાદ થઈ જશે. અમને જે કરવાનું કહેવામાં આવશે, તે કરીશું. જેટલું ઝડપથી રમવાનું કહેવામાં આવશે, તે રીતે રમીશું. તમને કોઈ ટુર્નામેન્ટમાં 30-45 સેકન્ડ માટે દંડિત કરવામાં આવે તો તે ખૂબ જ હાસ્યાસ્પદ છે.’

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં મળી જગ્યા
સુનિલ નારાયણે વેસ્ટઈન્ડિઝ માટે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ, 65 વન ડે મેચ, 51 T20 મેચ રમી છે. તેમણે ટેસ્ટ મેચમાં 21, વન ડે મેચમાં 92 અને T20 મેચમાં 52 વિકેટ લીધી છે. સુનિલ નારાયણ વર્ષ 2019માં કેરેબિયન ટીમ માટે રમ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ