કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિન સૌથી મોટું હથિયાર માનવામા આે છે અને ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ લગાવામાં આવી રહ્યા છે.
કોરોના વેક્સિન લેનારા લોકો માટે એલર્ટ
સરકારે કહી આ વાત
આપને માટે જાણવી ખૂબ જ જરૂરી છે
કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિન સૌથી મોટું હથિયાર માનવામા આે છે અને ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ લગાવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 5 વર્ષથી વધારે ઉંમરના બાળકોને પણ કોરોના વેક્સિન લગાવાની મંજૂરી મળી ગઈ છે. આ તમામની વચ્ચે સરકારે લોકોને વેક્સિન લેતી વખતે થઈ રહેલી એક મોટી ભૂલને લઈને એલર્ટ કર્યું છે.
બંને ડોઝ માટે એક જ મોબાઈલ નંબર જરૂરી
સરકારે સોમવારે કહ્યું હતું કે, કોવિડ 19 પહેલો ડોઝ લીધા બાદ લાભાર્થીને બીજો ડોઝ લેતી વખતે સમય નિર્ધારિત કરવા અથવા બીજો ડોઝ લેતી વખતે તે જ મોબાઈલ નંબરનો ઉપયોગ જરૂરી છે, જે પ્રથમ ડોઝ વખતે આપ્યો હતો.
અલગ નંબર આપશો તો મોટી સમસ્યા આવશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જો કોઈ લાભાર્થી બીજા ડોઝ માટે અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરશે, અને રસીકરણ સમયે નિર્ધારિત કરે છે. તો તેનો આપોઆપ પ્રથમ ડોઝ માટે ઓળખાણ થશે.
2.5 લાખ લોકોને પ્રથમ ડોઝ માટે 2 સર્ટિફિકેટ આપ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે મીડિયાએ અમુક સમાચારોમાં દાવો કર્યો છે કે, કોવિનમાં ટેકનિકલ ખામીના કારણે મહારાષ્ટ્રના પુણેમાં 2.5 લાખ લાભાર્થીઓને પ્રથમ ડોઝનું સર્ટિફિકેટ આપવામાં ેઆવ્યો છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કોવિને ભારતના કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે ડિઝીટલ રીતે સફળતાપૂર્વક કામ કર્યું છે અને તેમાં કોઈ ગરબડ થઈ નથી. કોવિન દેશના 100 કરોડથી વધારે લોકોને કોવિડ રસીકરણના 190 કરોડથી વધઆરે ડોઝ વ્યવસ્થિત રીતે આપ્યા છે.
રજીસ્ટ્રેશન કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખો
સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, એક વ્યક્તિના રજીસ્ટ્રેશન માટે પોતાની મોબાઈલ નંબર આપવાની જરૂર છે. તેની સાથે નામ, ઉંમર, લૈંગિક જાણકારી આપવાની હોય છે. સાથએ જ રસીકરણ સમયે કેન્દ્ર પર જઈને રસી લેવાની સુવિધા છે. ઓળખાણ માટે આઈડી કાર્ડ સાથે રાખવાનો વિકલ્પ આપવામા આવ્યો છે.
બંને ડોઝ માટે એક જ નંબર વાપરો
સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, એ ધ્યાન આપવું જોઈએ કે, કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ લાભાર્થીની રસીકરણનો પ્રથમ ડોઝ વખતે ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ સાથે બીજો ડોઝ લેવો જોઈએ. એક જ લાભાર્થીને ટૈગ કરનારા પ્રથમ અને બીજો ડોઝનું વિવરણ તેમાં હોવું જોઈએ. જો આપ બીજો ડોઝ માટે અલગ નંબર આપો છો, તો મોટી સમસ્યા આવશએ અને તે આપોઆપો આપને પ્રથમ ડોઝ માટે વેરિફાઈડ કરશે. આ ઉપરાંત અલગ અલગ મોબાઈલ નંબર વાળા ઓળખાણ પત્ર પણ રાખવા નહીં.