બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / covid 19 maharashtra increased the concern of modi government

ચિંતા / આ રાજ્યએ વધારી મોદી સરકારની ચિંતા, દેશના કુલ 62000 કેસમાંથી 33 ટકા ફક્ત અહીં નોંધાયા

Bhushita

Last Updated: 07:39 AM, 10 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. અહીં કોરોનાનો કુલ આંક 20000ને પાર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાનો કુલ આંક 62000ને પાર છે. એટલે કે મહારાષ્ટ્રમાં જ કુલ આંકના 33 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવારે 1165 નવા કેસ આવતાં હાહાકાર મચ્યો છે. આ રાજ્યમાં સતત કેસ વધવાના કારણે મોદી સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.

  • કોરોનાની જંગમાં મહારાષ્ટ્ર પડ્યું નબળું
  • દેશના કુલ કેસના 33 ટકા કેસ ફક્ત મહારાષ્ટ્રમાં
  • મહારાષ્ટ્રએ વધારી મોદી સરકારની ચિંતા

કોરોનાની મહામારીથી હાલ સુધીમાં દેશમાં 2000 લોકોના મોત નીપજ્યા છે અને સાથે જ 17847 લોકો સાજા થયા છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ મૃત્યુઆંક 779નો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1165 નવા કેસ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. 1165 નવા કેસમાં 722 કેસ મુંબઈના છે. જ્યારે 24 કલાકમાં 27 લોકોના મોત થવાના કારણે હાહાકાર મચ્યો છે. મુંબઈમાં કોરોના સંક્રમણના કુલ કેસ 12864 થયા છે. તો અહીં મોતનો આંક 489 પહોંચ્યો છે. 


મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં સંક્રમણના કારણે 48 લોકોના મોત થયા છે જેમાં મુંબઈના 27, 9 પુનાના અને 8 નાસિક તો અકોલા, નાંદેડ અને અમરાવતીમાં 1-1 મોત થયા છે. શુક્રવારે ધારાવીમાં 5 લોકોના મોત થયા હતા અને કેટલાક દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા. 

મહારાષ્ટ્ર પોલીસ પણ થઈ અસરગ્રસ્ત

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પોલીસ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી છે. રાજ્યમાં 714 પોલીસ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. 61 પોલીસ કર્મી સાજા થયા છે. હજુ પણ 648 પોલીસ કર્મી પોઝિટિવ છે. કુલ 5 પોલીસ કર્મી કોરોના પોઝિટિવ હોવાના કારણે મૃત્યુ પામ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ