બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / coronavirus omicron variant 30 mutations aiims chief dr randeep guelria

કોવિડ વેરિયન્ટ / AIIMS ડાયરેક્ટરે કહ્યું, 'Omicronના 30થી વધુ મ્યૂટેશન, વેક્સીનની અસર પણ ઓછી થઇ શકે, હવે આ કામ કરવું જરૂરી

Hiren

Last Updated: 12:27 AM, 29 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના નવા વેરિયન્ટ Omicronને લઇને દુનિયાભરના લોકોમાં ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ એવી જ સ્થિતિ છે. ત્યારે AIIMSના ડૉક્ટરે નવા વેરિયન્ટને લઇને સચેત કર્યા છે.

  • Omicronના 30થી વધુ મ્યૂટેશનઃ ડૉ. રણદીપ ગુલેરિયા
  • વેક્સીનની અસર પણ ઓછી થઇ શકે છેઃ ડૉ. રણદીપ ગુલેરિયા
  • જેમણે રસીના બન્ને ડોઝ નથી લીધા તેમણે ડોઝ લેવા જોઈએઃ ડૉ. રણદીપ ગુલેરિયા

સરકાર આ નવા વેરિયન્ટને લઇને ગંભીરતાથી કામ કરી રહી છે કારણ કે કેટલાક દેશોમાં આનાથી સંક્રમણ ફેલાવાનું શરૂ થઇ ગયું છે. તેવામાં એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, કોરોનાનો આ નવા વેરિયન્ટ એટલો ખતરનાક કેમ છે.

ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, કોરોના વાયરસના નવા Omicron વેરિયન્ટમાં તેના સ્પાઇક પ્રોટીનમાં 30થી વધુ ફેરપાર થયા છે, જેનાથી આને એક ઇમ્યૂનોસ્કેપ તંત્ર વિકસિત કરવાની ક્ષમતા મળી છે. એજ કારણ છે કે હવે આ વેરિયન્ટ સામે કોરોના વેક્સીનની અસરનું ગંભીર મુલ્યાંકન કરવાની જરૂર છે.

સ્પાઇક પ્રોટીનની હાજરીથી કોઈ પણ માણસના શરીરની કોશિકાઓમાં વાયરસ પ્રવેશવાની સુવિધા મળે છે. આને જ એ વ્યક્તિના શરીને સંક્રમિત કરવા અને સંક્રમણ પેદા કરવા માટે જવાબદાર ગણવામાં આવે છે.

વેક્સીનની અસર ઓછી થઇ શકે છેઃ ગુલેરિયા

કોરોનાના આ નવા વેરિયન્ટને લઇને એઇમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, કોરોના વાયરસના નવા સંસ્કરણમાં સ્પાઇક પ્રોટીનમાં 30થી વધુ પરિવર્તન થયા છે એટલા માટે આમાં ઇમ્યૂનોસ્કેપ તંત્ર વિકસિત કરવાની ક્ષમતા છે. સ્પાઇક પ્રોટીન સામે એન્ટીબૉડી બનાવતી વધુ પડતી રસીમાં સ્પાઇક પ્રોટીનમાં એટલા બધા ફેરફારના કારણે તેની અસર ઓછી થઇ શકે છે.

તેમણે કહ્યું કે, જેને લઇને ભારતમાં ઉપયોગમાં લેવાતી વેક્સીનોની અસરનું ગંભીર રીતે મૂલ્યાંકન કરવાની જરૂરીયાત છે. ભવિષ્યમાં આ વાયરસ વિરૂદ્ધની લડાઈ એ વાત પર નિર્ભર કરે છે કે આના સંક્રમણની ક્ષમતા, વાયરસની તાકાત અને પ્રતિરક્ષણ ક્ષમતા પર ડેટા કયા નિષ્કર્ષ પર પહોંચે છે.

ત્યારે સરકારના સ્તરે પણ આ નવા વેરિયન્ટને લઇને ગંભીરતા જોવા મળી રહી છે. ઉચ્ચ સ્તરીય મીટિંગ બાદ અધિકારીઓએ કહ્યું કે, ભારતીય SARS-CoV-2 જીનોમિક કંસોર્ટિયા INSACOG COVID-19ના નવા વેરિયન્ટ B.1.1.1529 પર ચોકસાઇથી નજર રાખવામાં આવી રહી છે અને દેશમાં આની હાજરીની હજુ જાણ નથી થઇ.

આંતરરાષ્ટ્રિય પ્રવાસીઓ પર આક્રામક દેખરેખ રાખવામાં આવેઃ ગુલેરિયા

આંતરરાષ્ટ્રિય પ્રવાસીઓ અને સંક્રમિત વિસ્તારોથી આવતા લોકોને લઇને બહુ જ સતર્ક અને આક્રામક દેખરેખ રાખવાની જરૂર પર ધ્યાન આપવામાં આવે. તેમણે કહ્યું કે, એ નક્કી કરવું પડશે કે લોકોને રસીના બન્ને ડોઝ મળી ચૂક્યા છે અને જેમણે હજુ સુધી નથી લીધી તેમણે આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ