વૈજ્ઞાનિકોને પહેલા શંકા હતી કે કોરોના વાયરસ સાંપ અને ચામાચિડીયામાં આવ્યો છે અને હવે નવી ખોજમાં સામે આવ્યું છે કે વન્ય જીવ પેંગોલિનની પણ ભૂમિકા હોઇ શકે છે. શોધ કરનાર દક્ષિણ ચીન કૃષિ વિશ્વવિદ્યાલયે પોતાની વેબસાઇટ પર એક નિવેદનમાં કહ્યું છે કે તેમની હાલની શોધ દ્વારા કોરોના વાયરસને અટકાવી અને નિયંત્રિત કરી શકાય છે.
રિસર્ચ અનુસાર પૈંગોલિન દ્વારા માણસોમાં કોરોના વાયરસ આવવાની સંભાવના સૌથી વધુ
લાખોમાં વેચાય છે એક પૈંગોલિન
ચીનનો આર્થિક વિકાસ નહીં રોકાયઃ શી જિનપિંગ
ચીનમાં આ બિમારીથી અત્યાર સુધીમાં 636 લોકોના મોત થઇ ચૂક્યા છે અને 31 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત છે. રિસર્ચમાં જાણ થઇ છે કે કોરોનાના સ્ટ્રેન જીનોમ, પૈંગોલિનથી મળેલ જીનોમથી 99 ટકા મળ્યા છે. ચીનની વધુ પડતી સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆના અનુસાર રિસર્ચ અનુસાર પૈંગોલિન દ્વારા માણસોમાં આ બિમારી આવવાની સંભાવના સૌથી વધુ છે.
લાખોમાં વેચાય છે એક પૈંગોલિન
પૈંગોલિન દુનિયાનું પડવાળું એક માત્ર સ્તનધારી જીવ છે. એશિયાના કેટલાક દેશોમાં આને ખાવવા અને દવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જાણકારોના અનુસાર વૈશ્વિક બજારમાં આની કિંમત દસથી બાર લાખ રૂપિયા છે જ્યારે ભારતમાં આની તસ્કરી દ્વારા 20થી 30 હજાર રૂપિયામાં વેચવામાં આવે છે.
પૈંગોલિન એશિયાનું સૌથુ વધુ તસ્કરી થનારું જીવ છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં આ જીવને સંરક્ષણ આપ્યું છે. આના માંસને ચીનમાં બહુ સ્વાદિષ્ટ માનવામાં આવે છે અને તેના શરીરના પડનો પરંપરાગત ઔષધિઓ બનાવવામાં ઉપયોગ થાય છે. લોકોને વિશ્વાસ છે કે આનાથી નપુંસકતા દૂર થાય છે. આ સિવાય આને અંધવિશ્વાસો સાથે પણ જોડીને જોવામાં આવે છે.
ચીનનો આર્થિક વિકાસ નહીં રોકાયઃ શી જિનપિંગ
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકન સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું છે કે કોરોના વાયરસના કારણે ચીનના લાંબા ગાળાના આર્થિક વિકાસ પર કોઇ ફરક નહીં પડે. જિનપિંગે ટેલીફોન દ્વારા વાતચીતમાં તેને કહ્યું કે ચીનની અર્થવ્યવસ્થાનું સકારાત્મક ટ્રેડ લાંબા સમયથી નથી બદવલાયું.
ત્યારે જાપાનના કિનારે રોકાયેલ પ્રવાસીય વહાણોમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 61 પર પહોંચી ગઇ છે. જેમાં 3700 પ્રવાસીઓ સવાર છે. યૂરોપના દેશોમાં આ બીમારીથી પીડિત લોકોની સંખ્યા હવે 31એ પહોંચી છે.