ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / coronavirus lockdown paan masala Gutkha cigarettes liqour allowed

લૉકડાઉન 3.0 / પાન-મસાલા, ગુટખા અને સિગારેટના વેચાણને છૂટ, પાળવા પડશે આ નિયમ

Published By: Hiren

Last Updated: 10:24 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ મંત્રાલયે શુક્રવાર સાંજે વધુ 2 અઠવાડિયા સુધી લૉકડાઉન લંબાવાયું છે. લૉકડાઉન ત્રીજી વખત વધતા 17 મે સુધી દેશમાં રેલ, મેટ્રો અને એરલાઇન્સ સેવા બંધ રહેશે. તો શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ નહીં ખુલે. સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહશે. ધાર્મિક સ્થળ પણ બંધ રહેશે. તો આ લૉકડાઉનમાં ઝોન મુજબ પ્રતિબંધ અને છૂટછાટ રાખવામાં આવી છે. ત્યારે તમામ ઝોનમાં પાન-મસાલા, સિગારેટ, ગુટખા, તંબાકૂ અને દારૂના વેચાણને મંજૂરી અપાઇ છે.

ADVERTISEMENT

  • 17 મે સુધી દેશમાં લૉકડાઉન
  • પાન-મસાલા અને સીગારેટ, ગુટખાના વેચાણને મંજૂરી
  • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવા જરૂરી

દેશમાં લૉકડાઉન 3.0માં તમામ ઝોન (ગ્રીન-ઓરેન્જ-રેડ)માં દારૂના વેચાણ પર મંજૂરી આપવામાં આવી છે. સાથે જ પાન-મસાલા, ગુટખા અને તંબાકૂને વેચવાની મંજૂરી પણ આપવામાં આવી છે. જોકે માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં જ દારૂ, પાન-મસાલા અને ગુટખા વગેરે જેવી બિન જરૂરિયાતના વેચાણ પર પ્રતિબંધ રહેશે. જોકે આ નિયમ 4 મેથી લાગૂ રહેશે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી

જોકે પાન-મસાલા, ગુટખા અને તંબાકૂનું સેવન જાહેરમાં કરવા પર પ્રતિબંધ છે. સાથે જ પાન-મસાલાનું વેચાણ કરી રહ્યા છે, તેમણે એ નક્કી કરવાનું રહેશે કે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવે. સાથે જ દુકાનોને આ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે એક સમયે દુકાનમાં પાંચથી વધુ લોકો ન હોય.

14 દિવસ માટે લૉકડાઉન વધારાયું

જણાવી દઇએ કે દેશમાં સૌથી પહેલા 21 દિવસનું બાદમાં 19 દિવસનું અને હવે 14 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લૉકડાઉન 3.0 બે અઠવાડિયાનું હોવાથી 17 મે સુધી ચાલશે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus lockdown કોરોના વાયરસ લૉકડાઉન 3.0 coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ